સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

ગીર સોમનાથ જીલ્લામાં માચ્છીમારોના ધંધા રોજગાર બંધ

હજારો પરીવારો આર્થિક મુશ્કેલીમાં સરકાર દ્રારા છ માસથી રીફંડ ન મળતા કફોડી હાલતઃ તુલશી ગોહેલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: સાગરપુત્ર ફાઉન્ડેશન ના તુલશી ગોહેલે રજુઆત કરેલ છે કેમાછીમારોના ધંધા રોજગાર બંધ થયેલ છે બોટો કિનારે આવી ગયેલ છે છ માસ થી રીફંડ મળેલ નથી આર્થિક બોજ ના લીધે અનેક પરીવારો મુશ્કેલીમાં મુકાયા છે જેથી તાત્કાલીક રકમ મળે તે માટે માંગ કરેલ છે.

 સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સંયુકત માછીમાર બોટ એસો.વેરાવળ ના પ્રમુખ તુલશી ગોહેલે રજુઆત કરેલ છેકે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતા માછલીના ભાવોમાં પ૦ ટકા ઘટાડો થયેલ છે કોરોના સંક્રમણ નો બીજો વેવ આવવાના કારણે બોટો બંધ થઈ ગયેલ છે ચોમાસા નો સમયગાળો પણ કોઈપણ પ્રકારના આવકના શ્રૌત્ર વિના પસાર કરવાનો છે છેલ્લી બે સીઝન માછીમારો માટે સંપુર્ણ પણે નિષ્ફળ ગયેલ છે ધંધા રોજગાર સદતર બંધ થયેલ છે મોટાભાગના માછીમારો પોતાની બોટો ચલાવી અસમર્થ હોય જેથી કીનારે બાંધી દીધેલ છે નાણા ભીડ ના કારણે કુંટુબ ના દાગીના વેચવા અથવા ગીરવેમુકાય છે ભરણપોષણ કેમ કરવું તેવી ચિતા માં છે છ માસ થી વેટની રકમ માછીમારોની જે નિકળે છે તે પણ અપાયેલ નથી તાત્કાલીક રાજય સરકારે નિર્ણય લઈ આ રકમ આપવી જોઈએ તેવી માંગ કરાયેલ છે.

(12:56 pm IST)