સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

કોરોનાની છેતરામણી સ્થિતી ગીર સોમનાથ જીલ્લામાં ૧૦ ટકા વધુ પોઝીટીવ કેસો મૃત્યુઆંક પણ વધારે

રેપીડ ટેસ્ટ બંધ આરટીપીસીઆર મર્યાદીત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી રેપીડ ટેસ્ટતો બંધ થયેલ છે આરટીપીસીઆર મર્યાદીત થઈ રહયા છે મૃત્યુ આંક પણ વધતો જાય છે તેમજ કેસોનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારમાંથી વધારે આવી રહેલ હોય જેથી ચિતા ફેલાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા પાંચ દિવસ થી રેપીડ ટેસ્ટ બંધ થયેલ છે આરટીપીસીઆર મર્યાદીત થતા હોય તેમાં પણ ર૦૦ની આસપાસ પોઝીટીવ આવતા હોય રેશીયો ૧પ થી ર૦ ટકા આવી રહેલ હોય જેથી સ્થિતી ચિતા જનક બની છે આરોગ્ય ક્ષેત્રના જાણકારોએ જણાવેલ હતું કે નિયંત્રણો કરફયું હોવા છતા આજીલ્લામાંશહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બેદરકારી નળી રહી છે સતત પાંચ દિવસથી ૧પ થી ર૦ ટકા કેસો આવી રહયા છે તે ગંભીર બાબત છે મૃત્યુ આંક અટવાનું નામ લેતો નથી વેરાવળ સોમનાથ માં દરરોજ ૧પ થી ર૦ મૃત્યુ પામે છે સુત્રાપાડા કોડીનાર ઉના ગીરગઢડા તાલાલા સહીત ના તાલુકાઓમાં રપ૦ થી ગામડાઓમાં મૃત્યુ આંક ખુબજ વધારે છે પુરતી સારવાર પ્રાથમીક લક્ષણો દેખાય ત્યારે મળતી ન હોય ગામડાઓમા સારવાર વ્યવસ્થા ન હોય જેથી દર્દી ગંભીર બને છે સારવાર માટે પહોચાડવામાં આવે છે ત્યારે મોડુ થઈ જાય છે જેથી મૃત્યુ પામતા હોય તેવું જાણવા મળેલ છે વેરાવળ સોમનાથમાં નિયંત્રણો છે પણ નિયમ નથી તેથી વેપારીઓ દ્રારા પણ જીલ્લા કલેકટર ને આવેદન આપી અને દુકાનો ખોલવાની માંગ કરાયેલ છે જો અમુક વિસ્તારોમાં અમુક દુકાનદારો ખુલ્લું રાખતા હોય તો નાના દુકાન દારોને અમુક કલાક દુકાનો ખોલવા દેવા રજુઆત કરાયેલ છે.

(12:57 pm IST)