સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

વેરાવળ સોમનાથમાં ભારે વરસાદ વાવાઝોડાની આગાહી ૯૯૬ બોટો દરીયામાં: એક નંબરનું સીગ્નલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫:  સોમનાથ વિસ્તારમાં ભારે વરસાદ વાવાઝોડાની આગાહી સાથે બંદર માં એક નંબર નું સીગ્નલ લગાડવામાં આવેલ છે ૯૯૬ બોટો દરીયામાં હોય તે તમામને કોઈપણ બંદર કાઠે સલામત સ્થળે ખસેડવા જણાવી દીધેલ છે તા.૧પ ના રોજ ૧ર વાગ્યે ઉચ્ચઅધિકારીઓની મીટીગ બોલાવેલ છે.

વેરાવળ સોમનાથમાં તા.૧૬ ના રોજ સંભવીત ભારે વરસાદ,વાવાઝોડુ આવી રહેલ હોય જેથી દરીયામાં ૯૯૬ બોટો હોય તે બોટોને કોઈપણ બંદર કાઠે સલામત જગ્યાએ ખસેડવા જણાવેલ છેદરીયામાં૩ થી ૪ ફુટ જેટલા મોજા ઉછળી રહયા છે ર૦ કીલો મીટર ની ઝડપે હવાની ગતી છે બંદર માં એક નંબર નું સીગ્નલ છે સંભવીત વાવાઝોડાસામે પગલા લેવા માટે તમામ દરીયા કિનારે રહેતા લોકોને ચેતવણી અપાયેલ છે તેમજ તા.૧પ ના રોજ ૧ર વાગ્યે ઉચ્ચ અધિકારીઓ સાથેમીટીગ રાખવામાં આવેલ છે.

જાલેશ્વર ભીડીયા હીરાકોટ, સુત્રાપાડા, વડોદરા ઝાલા, ધામળેજ, મુળ દ્રારકા, નવા બંદર સહીતના બંદરોમાં જે બોટો દરીયા કાંઠે રખાયેલ છે તેની સલામત રહે તે માટે દોરડાઓ બંાધી દેવામાં આવેલ છે ઝુપડામાં રહેતા માચ્છીમારોને સાવચેત કરાયેલ છે સંભવીત વાવાઝોડાની દરીયા કાંઠે થોડી થોડી હવાની અસર દેખાય રહેલ છે.

(12:58 pm IST)