સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

અમરેલી જીલ્લાના દેવકા નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા ૬૦ વર્ષના આણંદભાઇ વાઘેલાનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૫: ડુંગરના ખાંભળીયા દેવકા ગામની આણંદભાઇ નાથાભાઇ વાઘેલા (ઉ.વ.૬૦) પોતાનું બાઇક જી.જે. ૩ બી.જે.૧૮૭૮ ચલાવી રાજુલાથી રાજપરડા ગામે જતા હતા. ત્યારે ખંભાળીયા દેવકા ગામના રોડ વચ્ચેે પુલ પાસે આવતા અજાણ્યા ટ્રકના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ચલાવી બાઇક સાથે અથડાવી માર્યામાં ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાસી ગયાની પુત્ર કિશનભાઇ વાઘેલાએ ડુંગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મારામારી

 અમરેલી બહારપરા સામુદ્રી માતાના મંદિર પાસે રહેતા બે પાડોશીઓને છોકરાઓ પ્રશ્ને બોલાચાલી થતા માખડી પડતા મામલે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

તૃપ્તીબેન દિપકભાઇ સોલંકી (ઉ.વ.ર૭) ને હસુ ઝાપડીયા તથા તેના બે છોકરાઓએ મળીને ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી તલવાર બતાવી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે વસંતબેન કિશોરભાઇ ઝાપડીયા (ઉ.વ.૩પ) ને અજુ સોલંકી , દિપક સોલંકી, તૃપ્તીબેન દિપકભાઇ સોલંકીએ ગાળો બોલી લાકડી વડે માર માર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઝેરી દવા પીધી

લીલીયા તાલુકાના સનાળીયા ગામે રહેતી દયાબેન ભગવાન ગોહિલ ઉ.વ.૧૯ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયાનું પિતા ભગવાન ગોહિલે લીલીયા પોલીસ મથકમાં જોહર કરેલ છે.

ધમકી

વંડાના મેવાસા સીમમાં ભરતભાઇ વાસુરભાઇ ખુમાણ (ઉ.વ.પ૦) અને શિવરાજ ભાભલુ ખુમાણીની વાડી એક જ શેઢે હોય. જાબુડાના ઝાડની ડાળીઓ ભરતભાઇ ખેતરમાં નડતી હોય તે કાપવાનું જણાવતા પૈસા માંગતા ના પાડતા પાઇપ વડે મારમારી ધમકી આપ્યાની વંડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોત

લાઠી બસ સ્ટેશન પાસે તા. ૦૬-૦પ ના જીતેન્દ્રભાઇ ગોહિલને નારણનાથ સુરાનાથએ પોતાનું બાઇક જી.જે. ૩૪ એ પુરઝડપે અને બેફીકરઇથી ચલાવી હડફેટે લઇ માથામાં ગંભીર ઇજા કરી સારવાર દરમિયાન મોત નિપજયાની લાઠી પોલીસ મથકમાં પુત્ર દિપકભાઇ ગોહિલે ફરીયાદ નોંધાવી છે.

(12:59 pm IST)