સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

પોરબંદરમાં સંભવિત વાવાઝોડા સામે ટકેદરી માટે દરિયાકાંઠે તા.20 મી જૂન સુધી લોકોના અવરજવર ઉપર પ્રતિબંધ અંગે જાહેર નામું

પોરબંદર : સાંભવીત વાવાઝોડા સામે તકેદારી માટે દરિયાકાંઠા વિસ્તારોમાં તા.16/05/2021 થી તા.20/05/2021 સુધી લોકોની અવરજવર  ઉપર પ્રતિબંધ મુકવાનું જાહેર નામું અધિક જિલ્લા મેજેસ્ટ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળનો હુકમમાં જણાવ્યું છે કે ભારતીય હવામાનશાસ્ત્રી, ભૂવિજ્ઞાન મંત્રાલય, નવી દિલ્હીના તા. ૧૪-૦પ-ર૦ર૧ ના પત્રથી અરબી સમુદ્રમાં ‘‘ટૌકતે’’ સાયકલોન ઉત્પન્ન થયેલ હોય જે આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કિનારા સુધી પહોચી જાય તેવી સંભાવના દર્શાવવામાં આવેલ છે. પોરબંદર જિલ્લો દરિયા કિનારા ઉપર આવેલ હોય અને પોરબંદર શહેરની ચોપાટી તથા જિલ્લાના અન્ય દરિયા કિનારાના વિસ્તારમાં બહોળી સંખ્યામાં પ્રવાસીઓ તથા શહેરીજનો નિયમિત મુલાકાત લેતા હોય છે. જેથી અરબી સમુદ્રમાં સાયકલોન ઉત્પન્ન થયેલ હોય અને આ સાયકલોનને કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ તથા ભરતીના કારણે કોઇ માનવ જાનહાની કે અન્ય કોઇ અનિચ્છિનીય બનાવો ન બને તે માટે પોરબંદર જિલ્લાના તમામ દરિયા કાંઠાના વિસ્તારમાં જવા ઉપર પ્રતિબંધ દર્શાવતું જાહેરનામું બહાર પાડવાનું અમોને ઇષ્ટ જણાય છે.

જેથી રાજેશ એમ. તન્ના, આઇ.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પોરબંદર જિલ્લો, પોરબંદર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તળે મને મળેલ સતાની રૂએ ફરમાનવું છું કે પોરબંદર જિલ્લાના સમગ્ર પોલીસ વિસ્તારના દરિયા કિનારા તેમજ ચોપાટી જેવા વિસ્તારોમાં તા. ૧૬-પ-ર૦ર૧ થી તા. ર૦-૬-ર૦ર૧ સુધી કોઇપણ વ્યકિતને જવા-આવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમનું ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ અન્વયે સજા થઇ શકશે. આ હુકમ અન્વયે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીનીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (૪પ અધિનિયમ) ની કલમ -૧૮૮ અન્વયે ફરીયાદ કરવા અધિકૃત કરવામાં આવેલ છે.

(9:09 pm IST)