સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 15th May 2022

પડધરીમાં ગોલાના વેપારી કિશોરભાઇ નાગર પર છરી વડે હુમલો કરી અભીજીત અને મૌલીક વાઢેરે ૬૦ હજાર લૂંટી લીધા

વેપારીનું અપહરણ કરી ૧૦ લાખની ખંડણી મંગાઇ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં

રાજકોટ : પડધરી બસ સ્ટેશન પાસે જાણીતા ‘વેરાયટી ગોલા’  ના વેપારીને વહેલી સવારે બે શખ્સોઍ આંતરી છરી વડે હુંમલો કરી ૬૦ હજાર લૂંટી લીધ બાદ તેનું અપહરણ કરી ૧૦ લાખની ખંડણી માગતા વેપારીઍ પ્રતિકાર કરતા બંને શખ્સો ભાગી ગયા હતા. બાદ વેપારીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. 

મળતી વિગત મુજબ પડધરી બસ સ્ટેશનરી સામે રહેતા અને ઘર નજીક ‘વેરાયટી ગોલા’ નામે ગોલાનો વેપાર કરતા કિશોરભાઇ ડાયાભાઇ નાગર (ઉ.વ.૬૧) રાત્રે પોતાની દુકાને હતા. ત્યારબાદ વહેલી સવારે આશરે સવા પાંચેક વાગ્યે દુકાન બંધ કરી ચાલીને ઘરે જતા હતા ત્યારે અભીજીત ડોડીયા ઍકટીવા પર સામેથી આવ્યો હતો. તેણે કિશોરભાઇને રોકી છરી બતાવી પૈસા આપ નહીંતર મારી નાખીશું તેમ ધમકી આપતા તેવા તેનો મિત્ર મૌલીક વાઢેર પણ આવી ગયો હતો અને બંને શખ્સો કિશોરભાઇ સાથે ઝપાઝપી કરી છરી વડે હુમલો કરી કિશોરભાઇને હાથમાં ઇજા કરી હતી અને તેના શર્ટના ખીસ્સામાંથી ૬૦ હજાર રોકડા અભિજીત કાઢી લીધા હતા. ત્યારબાદ માં બંને શખ્સોઍ કિશોરભાઇ પાસે ૧૦ લાખની ખંડણી માંગી તેને ઍકટીવામાં બેસાડી અપહરણ કરી જતા હતા ત્યારે કિશોરભાઇઍ પોતાના બંને પગ ઢસડતા ઍકટીવા ચાલકે કાબુ ગુમાવતા ત્રણેય પડી જતા કિશોરભાઇ પોતાનો જીવન બચાવી ત્યાંથી દોટ મુકી ઍક રીક્ષામાં બેસી હોસ્પિટલે પહોîચી ગયા હતા. બાદિ કિશોરભાઇઍ જાણ કરતા તેની દુકાનમાં કામ કરતા સાકીરભાઇ હોસ્પિટલે દોડી ગયા હતા. બાદ કિશોરભાઇને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે. 

(2:36 pm IST)