ધોરાજી ભુખી ચોકડી ખાતે ઈકોકાર ચાલકે હડફેટે લીધેલ બાઈક સવાર યુવાનનૂ સારવાર દરમિયાન મોત નિપજ્યું
ધોરાજી:-ધોરાજી ભુખી ચોકડી ખાતે ઈકોકાર ચાલકે હડફેટે લીધેલ બાઈક સવાર યુવાન નૂ સારવાર દરમિયાન મોત નિપજ્યું
આ અંગે પોલીસ મથકે થી જાણવા મળેલ માહીતી મૂજબ ફરીયાદી સુનીલભાઈ મગનભાઈ ઉ.વ.24 એ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.4 ના કે ભુખી ગામે માંડવામાં ગયેલ હતા. જયાં અમારા પરીવારના અને સગા-વ્હાલા ભેગા થયેલ હતા. જેમાં ગોંડલથી અમારા સમાજના સાગર દેવજી પણ આવેલ હતા રાત્રીના સમયે હું અને સાગર બાઈક લઈ નાસ્તો કરવા માટે ભુખી ચોકડી તરફ નાસ્તો કરવા ગયા હતાં.
જયાંથી નાસ્તો કરી પરત ફરતા હતાં ત્યારે ભુખી ચોકડી પાસે હાઈ-વે પર પાછળથી પુર-પાટ ઝડપે આવતી ઈકોકારે હડફેટ લેતા બંન્ને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખેસડવામાં આવ્યા હતાં. જેમાં સાગરને રાજકોટ હોસ્પિટલ સારવારમા ખસેડાયેલ હતો સારવાર દરમીયાન વધુ તબીયત લથડતા અમદાવાદ સીવીલ ખસેડાયા હતા જયાં સાગર દેવજી નૂ સારવાર દરમ્યાન મોત નિપજયૂ છે
ધોરાજી પોલીસે અકસ્માત બનાવ અંગે ઈકો કાર ચાલક વિરૂધ્ધ ગૂનો નોધી ને વધૂ તપાસ હાથ ધરી છે.