સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th June 2021

મોરબી તાલુકામાં કોરોનાના નવા બે કેસ : જિલ્લામાં ૨૦ એકટીવ કેસ

મોરબી તા. ૧૫ : મોરબી તાલુકામાં કોરોનાના નવા ૦૨ કેસ નોંધાયા છે તો અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળી છે મોરબી જીલ્લામાં એકટીવ કેસનો આંક ૨૦ થયો છે.

નવા કેસમાં મોરબી તાલુકાના ૦૨ કેસ જેમાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં નોંધાયો છે તો વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં રાહત જોવા મળી છે જીલ્લામાં ૦૩ દર્દીઓ સ્વસ્થ થયા છે. મોરબી જીલ્લામાં એકટીવ કેસનો આંક ઘટીને ૨૦ થયો છે.

(10:28 am IST)