સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th August 2022

જેતપુરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામી નારાયણ ગાદી સ્થાન દ્વારા અડધો કિલો મીટર લાંબી ત્રિરંગા યાત્રા યોજાઈ.

 જેતપુર :શહેરમાં સ્વામી નારાયણ ગાદી સ્થાન મંદિર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી યાત્રાની શરૂઆત નગરપાલિકાના મેદાન ખાતે થી થયેલ.યાત્રાની શરૂઆત ધારા સભ્ય જયેશભાઈ રાદડીયા,પ. પૂ. નીલકંઠ ચરણ દાસજી સ્વામી,  વિવેક્સાગર સ્વામી મનસુખભાઈ ખાચરિયા, જેન્તીભાઇ રામોલિયા,  જયસુખભાઇ ગુજરાતી, રાજુભાઈ ઉસદડિયા, બળવંતભાઈ ધામી, હરેશભાઈ ગઢીયાએ કરાવેલ. યાત્રા ડી. જે. માં વંદેમાતરમ્, ભારત માતાકી જય ના નારા સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી 2000 ફ્લેગ સાથે મહિલા અને પુરુષો નીકળેલ હતા. ઠેર ઠેર યાત્રાનું પુષ્પવર્ષાથી સનમાન કરાયું હતું. નાની બાળા ભારત માતા તેમજ પોલીસના વેશમાં આકર્ષણનું કેન્દ્ર બની હતા મંદિરને ત્રિરંગા થી શણગારવામાં આવેલ હતું ત્રિરંગા યાત્રા મંદિરે દેશ ભક્તિ સભામાં ફેરવાઈ હતી .

(9:30 pm IST)