સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th August 2022

તલગાજરડાની કન્યાશાળાનું શૈક્ષણિક ભવન પુ.મોરારિબાપુના સહયોગથી નિર્માણ થશે

પુ.મોરારિબાપુને પોતાની જન્મભૂમિ માટે અગણિત પ્રિતી હોય જ છે તેમાં એક વધું તુલસીપત્ર ઉમેરણ થયું તેનો રાજીપો ગામ લોકોએ તાળીઓથી વધાવી લીધો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભે પૂ, મોરારીબાપુએ આજે ચિત્રકૂટ કેન્દ્રવર્તી શાળા તલગાજરડા ખાતે ધ્વજ વંદન કર્યું હતું. બાપુ આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભે તિરંગા યાત્રામાં મહુવા ખાતે સહભાગી થઈને પોતાની રાષ્ટ્રપ્રિતીનો ભાવ પ્રગટ કર્યો હતો.

  પૂ. મોરારીબાપુ જે શાળામાં કેળવણી પામ્યાં છે તે શાળામાં હાલ તલગાજરડા કન્યાશાળા કાર્યરત છે. પરંતુ તે શાળાનું શૈક્ષણિક ભવન ખૂબ જર્જરિત થઈ ગયેલ છે. અને ગામની લાગણી અને ભાવ તે શાળાના નિર્માણ માટે હતો અને તેમાં બાપુએ પહેલ કરીને સરકારી ધારાધોરણો અને આર્થિક જે સહયોગ નિયમ પ્રમાણે મળતો હોય તે ઉપરાંત ચિત્રકૂટ ધામ તલગાજરડા આ શૈક્ષણિક ભવનના નિર્માણમાં પૂરતો સહયોગ આપીને તેને નવનિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.પુ.મોરારિબાપુને પોતાની જન્મભૂમિ માટે અગણિત પ્રિતી હોય જ છે તેમાં એક વધું તુલસીપત્ર ઉમેરણ થયું તેનો રાજીપો ગામ લોકોએ તાળીઓથી વધાવી લીધો હતો.આ જાહેરાત પુ.બાપુની આજ્ઞાથી શ્રી જયદેવભાઈ માંકડે કરી હતી.

(6:57 pm IST)