સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th August 2022

.મોરબીમાં ઉમા ટાઉનશીપમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામમાં પોલીસનો દરોડો 5 શકુનિઓની ધરપકડ

મોરબી: રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, ૫ની ધરપકડ.મોરબીમાં ઉમા ટાઉનશીપમાં ચોક્કસ બાતમીને આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. અને ગેરકાયદેસર ધમધમતી જુગારક્લ્બ ઝડપી હતી.અને ૫ ઈસમોની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી કૌશિકભાઇ દુર્લભજીભાઇ દેત્રોજાના તેના ઉમા ટાઉનશીપ, વિનાયક એપાર્ટમેન્ટ એ વીંગ ફલેટ નં.-૩૦૧માંબહારથી જુગારના ખેલીઓને બોલાવી જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજીપતાના પાનાવડે પૈસાની હારજીતનું તીન પતિનું જુગારધામ ધમધમે છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડીને આરોપી આરોપી કૌશિકભાઇ દુર્લભજીભાઇ દેત્રોજા, અશ્વિનભાઇ નાનજીભાઇ જશાપરા, વિશાલભાઇ કાંતિલાલ ફુલતરીયા, દિવ્યેશભાઇ ભુદરભાઇ કાચરોલા અને  સતિષભાઇ સુખલાલભાઇ જેઠલોજાની નસીબ આધારીત હાર જીતનો તીન પતી રોન જાહેરમાં જુગાર રમતા રંગે હાથ ધરપકડ કરી હતી.
 
આ દરોડામાં પોલીસે ગંજી પતાના પાના કુલ નંગ ૫૨ અને રોકડ રૂ.૮૬,૦૦૦ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ  ૪-૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:12 pm IST)