સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th August 2022

ધોરાજીના મુસ્લિમ સંસ્થાના એક સાથે 200 થી વધુ વિદ્યાર્થીઓએ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાના નારા લગાવી રાષ્ટ્રીય ભાવના સાથે દેશભક્તિ દર્શાવી.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી માં આનબાન અને  શાનથી તિરંગો લહેરાયો હસનેન એકેડમી ધોરાજી (ગુજરાત) દ્વારા એક સમારોહ યોજાયો હતો  ધોરાજીની મુસ્લિમ સંસ્થાએ ખરા અર્થમાં દેશભક્તિ બતાવી હતી   પ્રજાસત્તાક દિવસ ખુશી વ્યકત કરવા તિરંગો લહેરાવામા આવ્યો હતો.
ધોરાજીની મુસ્લિમ સંસ્થા હસનેન એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા 15 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વની સાંસ્કૃતિક સમાંમરોહ ની શરૂઆત કરવામાં આવી હતી.
 હસનેન એકેડમીના વિદ્યાર્થી દાનિશ અબરાર બચાવ, અબ્દુલ કાદિર પાનવાલા, મુહમ્મદ કાસિમ સ્વતંત્ર ગીત ને ખુબ મધુર આવાજ રીતે ગાયા હતા.
આખરે પ્રજાસ્ત્તાક દિવસ પર પ્રેક્ષકોને અભિનંદન આપતા મોલાના મુફ્તી અનવર રઝા સાહેબ તેમણે જણાવ્યું પ્રજાસત્તાક દિવસ એ ફક્ત યુવાનો લશ્કરી પ્રદર્શન અને તોપ ને સલામ અથવા હસનેન એકેડમીના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યકર્મોનો દિવસ નથી. પ્રજાસત્તાક દિવસ ખરેખર દેશના બંધારણ અને લોકશાહીની નવીકરણનો દિવસ છે.
તેમણે કહ્યું કે આપણો દેશ ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે જ્યાં વિવિધ ધર્મના લોકો ફક્ત સ્વતંત્ર રીતે તેમના પોતાના ધર્મ પર સ્થાપિત થયા છે, પરંતુ તે ખુલ્લેઆમ વ્યક્ત કરે છે અને આ આપણો દેશ છે સુંદરતા છે.
મોલાના મુફ્તી અનવર રઝા સાહેબ ને કહ્યું કે આઝાદી પછી ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું જેથી દરેક વ્યક્તિના રાષ્ટ્રીય સામાજિક અને ધાર્મિક મૂલ્યોનું ધ્યાન રાખવામાં આવે તેથી જ આપણે આપણા દેશના બંધારણમાં ગર્વ અનુભવીએ છીએ આ પ્રસંગે મોટી સંખ્યામાં  હસનેન એકેડમી ના વિદ્યાર્થી હાજર રહેલા હતા.જેમા ઉસ્તાઝ કારી મુહમ્મદ રઝા સાહેબ, કારી ઇમરાન સાહેબ ,હાફિઝ કૌનેન સાહેબ,કારી હામીદ રઝા અને મુહમ્મદ તાહીર પાનવાલા
અરશદ ઈરફાન હાલાઈ, અબ્દુલ ગફુર નકીબ ફકીર,તલહા યાવર,અમાન અનીસ,સહિતના લોકોએ કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

(7:39 pm IST)