સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

ધ્રોલના વાગુદડીયા વોકળામાં રીક્ષા ડ્રાઇવરનું ડુબી જવાથી મોત : ૨નો બચાવ

ધ્રોલ તા. ૧૫ : ધ્રોલ બે દિવસ પહેલા જોડીયા રોડ પર આવેલા વાગુદડીયા હોકળા ના પુલ પાસે સી.એન.જી રીક્ષા બંધ પડી જતા હોકળામાં પાણીનુ વેન જતુ હતુ અચાનક રીક્ષા બંધ પડી જતા ડ્રાઈવર સહિત ત્રણ વ્યકિત ઓ તણાયા જેમાથી રીક્ષા મા બેઠા બે વ્યકિત પોતાની રીતે તરીને નિકળી ગયા અને રીક્ષા ડ્રાઇવર ડુબી જતા તેમનુ મૂત્યુ થયુ હતુ. મૃત્યુ પામનાર વિનોદ ઉર્ફ પીન્ટુ પાલાભાઈ શેખવા (ઉં.વ.૨૧) રીક્ષાચાલક જોડીયા તાલુકાના ભીમકટા ગામ હતો..

આ કામે મરણજનાર પોતાની સીએનજી રીક્ષા નં. GJ-10-TW-7811 વાળી લઇ પોતાના કુટુંબી ભાઇઓ સાથે ધ્રોલ ગેસ ભરાવવા માટે ગઇ કાલ આવેલ હતા અને મરણજનાર રિક્ષા ચલાવતો હતો અને પરત તેમના ગામ જતા હતા ત્યારે આઠ નાલા વાગુદડીયા વોકળાના કોઝવે ઉપરથી પસાર થતા હતા ત્યારે રીક્ષા પાણીમા બંધ થઇ જતા પાણીના વહેણમા રીક્ષા સાથે ત્રણેય જણા તણાય જતા તેમના બીજા બે કુટુંબી ભાઇઓ તરીને બચી ગયેલ પરંતુ મરણજનાર પાણીના વોકળામા તણાય ગયેલ હોઇ જેની લાશ બીજા દિવસ મળી હતી. ધ્રોલ પોલીસ મૃતક નો પીએમ મોકલી દીધી આ બનાવ પરીવારમા શોકનંુ મોજુ ફરી વળ્યું હતુ.

(1:10 pm IST)