સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

જુનાગઢ જિલ્લામાં આરટીઇ પ્રવેશ પ્રક્રિયા : ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન પસંદગી કરવાની પ્રક્રિયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧પઃ જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાયએ જણાવ્યું હતુ કે આજથી જીલ્લામાં આરટીઇ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ રહી છે.

આરટીઇ એકટ-ર૦૦૯ ની કલમ ૧ર.૧ (સી) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં રપ% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જુથનાં બાળકોનો પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે આરટીઇ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ અને બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવેલ હતો. જેમાં આશરે ૬૮,૯૪૪ જટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ બાદ હાલની સ્થિતિએ સમગ્ર રાજયમાં અંગ્રેજી માધ્યમ ૭૬૦૧ ખાલી જગ્યાઓ સામે ૧૯,૭૧ર જેટલા અરજદારો બાકી  રહેલા પામેલ છે. તથા હિન્દી અને અન્ય માધ્યમોમાં ૧૯૧૭ જેટલી ખાલી જગ્યાઓ સામે ૬૦ જેટલા અરજદારો બાકી રહેલા પામેલ છે.

જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલ હોય અને આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આર.ટી.ઇ. હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. જેથી, વધુમાં વધુ વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપી શકાય.

જે વિદ્યાર્થીઓ આરટીઇ હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતાી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા. ૧પ-૦૯-ર૦ર૧, બુધવારથી તા. ૧૭-૯-ર૦ર૧, શુક્રવાર સુધીમાં આરટીઇ ના વેબપોર્ટલ http://rte.orp gujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગીના મેનુ પર કિલક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદની લોગ ઇન કરી શાળઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓના પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર કિલક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી. જેથી ખાસ નોંધ લેશો. શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો તમારા અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનો રહેૃશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયામાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પાણીના તળ સાજા થશે

ઝાંઝરડા રોડ જોષીપરા તથા નીચેના વિસ્તારોમાં નરસિંહ સરોવર નું ઓવર ફલો થયેલ પાણી વહેતું રહેવાના કારણે ઝાંઝરડા રોડ જોષીપરા તેમજ નીચેના વિસ્તારો માં આગામી દિવસોમાં તળ સાજા થશે અને ટાંકાઓ મંગાવા નહીં પડે પ્રજાના હિત ના પ્રશ્નમાં કોઈની પણ શેહશરમ રાખ્યા વગર જ્યાં પાણી વહેતું રાખવામાં આવે છે તે બદલ ખુબ ખુબ અભિનંદન વરસાદ ચાલુ રહે ત્યાં સુધી નરસિંહ સરોવર માં પાણી વહેતુ રાખવામાં આવશે તો જુનાગઢ થી નાંદરખી સુધી આ પાણીનો કરંટ પહોંચે છે ત્યારે સમગ્ર વિસ્તારને ખૂબ જ ફાયદો થશે અને તળાવમાં ચોખ્ખું પાણી ભરાતા કદડો પણ બહાર નિકળી જશે તેમ અશ્વિન મણિયારએ જણાવ્યું છે.

પાર્સલ સુવિધા

ભાદરવા માસમાં શ્રાદ્ધ નિમિત્તે શ્રી ગાયત્રી મંદિર જુનાગઢમાં ચાલતી પાર્સલ સુવિધા આપવા માટેની સેવા ચાલુ જ છે. આ ભોજન વ્યવસ્થામાં કોઇ પણ વ્યકિતને ભોજન સ્વરૂપે જે કંઇ આપવું હોઇ તે આપી શકે છે. આ માટે શ્રી રાધે શ્યામ રામ રોટી મંડળના વ્યવસ્થાપક જગદીશ વસાવડાનો ફોન નં.૮પ૩૦૩૧૩૧૧૯ છે.

(1:20 pm IST)