સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

મોરબી જિલ્લામાં મંગળવારે વરસાદી ઝાપટા વરસ્યા : એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટૂ

જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની આવક

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : મોરબી જીલ્લામાં મંગળવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સાંજના સુમારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા તો ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જીલ્લામાં એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ ટૂ મોડમાં રાખવામાં આવી છે.

મોરબી જીલ્લામાં મંગળવારે સવારથી સાંજે ૬ સુધીમાં મોરબી તાલુકામાં ૦૨ મીમી, ટંકારા તાલુકામાં ૦૪ મીમી, વાંકાનેર તાલુકામાં ૦૪ મીમી, હળવદ તાલુકામાં ૦૫ મીમી વરસાદ નોંધાયો છ.

મોરબી જીલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે મોરબીના કોમ્યુનીટી હોલ ખાતે એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે તો સાવચેતીના ભાગરૂપે તમામ તાલુકામાં મામલતદારને હેડ કવાર્ટર ના છોડવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

મોરબી જીલ્લામાં સારા વરસાદને પગલે ડેમોમાં નવા નીરની આવક થઇ છે જેમાં મચ્છુ ૧ ડેમમાં ૧૦.૭૯ ફૂટ, મચ્છુ ૨ ડેમમાં ૦.૯૨, ડેમી ૧ ડેમમાં ૬.૩૦ ફૂર, ડેમી ૨ ડેમમાં ૬.૪૦ ફૂર, બંગાવડી ડેમમાં ૬.૭૩ ફૂટ, બ્રાહ્મણી ડેમમાં ૦.૬૨ ફૂટ અને ડેમી ૩ ડેમમાં ૯.૮૦ ફૂટ નવાનીરની આવક થઇ છે.

(1:23 pm IST)