સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

ધોરાજીમાં ભારે વરસાદના પગલે બિલ્ડીંગોમાં પાણીની સરવાણીઓ ફૂટી

(ધમેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા.૧૫ : ધોરાજી ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ હોશભેર વાવણી કરેલ હતી અને બાદમાં વરસાદ ખેચાતા જે ખેડૂતને વાડીએ કુવાઓ બોર હોય તેમાંથી પાણી પીવડાવતા અને છેલ્લે કુવા અને બોરમાં પાણી ખલાસ થઇ ગયા અને અંતે મેઘરાજાએ બરાબર એન્ડમાં ધમાકેદાર એન્ટ્રી મારતા ૨ દિવસમાં  ચીત્ર બદલાયું હતું મુરજાતી મોલાતને નવજીવન મળ્યું અને ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને આજે સવારથી વરાપ નીકળતા ધરતી પુત્રો પોતાની વાડીઓમાં ખાતર દવા છાટવાની કામગીરી હાથ ધરી છે અને જોરદાર વરસાદથી કુવાઓ અને બોરમાં પાણી ચડવા લાગ્યા છે જ્યારે ધોરાજીના ગેલેકસી ચોકમાં આવેલ ચેમ્બર્સમાં તળીએથી જોરદાર સરવાણીઓ ફુટી છે અને શોપીંગના વેપારીઓ હેરાન થઇ ગયા છે અંતે પાણીનો નીકાલ મોટર દ્વારા કરવામાં આવેલ છે.

(1:29 pm IST)