સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

વેરાવળમાં ઢોલનગારા સાથે ગણપતિની મુર્તિઓનું વિસર્જન

સંસ્થાઓ દ્વારા વિસર્જનની વ્યવસ્થા કરાઈ

વેરાવળમાં ગણપતી વિસર્જનની તસ્વીર(દીપક કક્કડઃ વેરાવળ)

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: શહેરમાં પાંચ દિવસ થી ૩૦૦ થી વધારે જગ્યા એ ગણપતિની સ્થાના થયેલ હતી વિસર્જન યાત્રા શહેરના ડાભોર રોડ, ૮૦ ફુટરોડ, કોળીવાડા,દોલતપ્રેસ, સંજય નગર સહીત અનેક વિસ્તારોમાંથી રીક્ષા, ટ્રેકટર, મોટરકારમાં ગણપતિ બાપાને બેસાડીને દરીયામાં વિસર્જન કરવા નિકળેલ.

આ વખતે સૌથી વધારે ગણપતિની સ્થાપના થયેલ હતી તેમજ ઘરેઘરે પણ ગણપતિ બેસાડેલ હતા આજે નિકળેલ ઢોલનગારા સાથે નિકળેલ હતી. જેમાં સરકારના નિયમ મુજબ ગણપતિ બાપાના વિસર્જનના કાર્યક્રમમાં ભકતો ઉમટી પડેલ હતા આખો વિસ્તાર ગણપતિબાપા મોરીયાના નાદ સાથે ગુંજી ઉઠેલ હતો.

એસ.પી. રાહુલ ત્રીપાઠી,ડીવાયએસપી ,પી.આઈ ડી.ડી. પરમાર સહીત પી.એસ.આઈ, એલસીબી, એસઓજી, ડીસ્ટાફ દ્રારા શહેરભરમાં થતા શોભાયાત્રાના રૂટમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ હતો.

(1:31 pm IST)