સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

મેઘાનાં વિરામ વચ્ચે પણ હજુ જળાશયોમાં નવા નીરની પુષ્કળ આવકઃ જુનાગઢ જિલ્લાનાં ૭ ડેમનાં ગેટ ખુલ્લા

ડેમોમાંથી પાણી છોડાતા ચોથા દિવસે પણ નદીઓ ભરપુર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧પઃ મેઘાનાં વિરામ વચ્ચે પણ હજુ જળાશયોમાં નવા નીરની પુષ્કળ આવક યથાવત રહી છે. જુનાગઢ જિલ્લાનાં ૭ ડેમનાં દરવાજા આજે પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

જુનાગઢ જિલ્લામાં મેઘ મહેરને લઇ તમામ ૧૭ ડેમમાં નવા જળની આવક થઇ છે જેમાં ૭ ડેમ ઓવરફલો થયા બાદ તેનું રૂલ લેવલ જાળવવા માટે આ ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ આજે પણ ભરપુર રહી છે.

જેમાં આંબાજળ ડેમનાં કુલ ૪ માંથી બે દરવાજા, ધ્રાફડનાં ૧૧માંથી એક ગેટ, બાંટવા ખારો ડેમનાં ૧૬માંથી બે, ઓઝત-શાપુર ડેમનાં ૧૦માંથી ૪, ઓઝત-વંથલીના ૧રમાંથી ૬, સાબલીનાં ૧૧માંથી ૧ ગેટ અને ઓઝત-બે ડેમનાં રપ દરવાજામાંથી બે દરવાજા આજે પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

(1:33 pm IST)