સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

મોટી પાનેલીમાં રામ મંદિર તીર્થ ક્ષેત્ર નિર્માણ અંગેની મિટિંગ યોજાઈ

મોની પાનેલી, તા.૧૬: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં સર્વ સમાજ અને આગેવાનો સાથે આજુબાજુના ગામોના આગેવાનોની મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં સંદ્યના કાર્યવાહક અને મંદિર નિર્માણના જિલ્લા સંયોજક દિલીપભાઈ રાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા તાલુકાના સંયોજક દિલીપભાઈ મોડાસીયા કૌશલભાઈ પરમાર ઉપસ્થિત રહી ઉપસ્થિત આગેવાનો પ્રતિનિધિઓને મંદિર નિર્માણ અંગેની બ્લુ પ્રિન્ટ રાજુ કરી પાનેલી તેમજ આજુબાજુના ગામમાંથી દરેક હિન્દૂ સમાજ આ કાર્યમાં સહભાગી બને તેવું કરવા આગ્રહ ભરી અરજ કરેલ સાથેજ દિલીપભાઈ રાડિયાએ રામજન્મભૂમિ નો પાંચસો વર્ષ નો ઇતિહાસ છેક પંદરસો અઠયાવીસથી લઇ બેહજાર વિશના ભૂમિપૂજન સુધીની વાત બધા સમક્ષ મૂકી મંદિર માટેની ઐતિહાસિક લડતથી વાકેફ કરેલ અને લાખોના બલિદાન પછી આ સ્વાભિમાન કાર્યમાં હિન્દૂ સમાજની જીત થઇ છે તેવું જણાવેલ. કૌશલભાઈ તેમજ દિલીપભાઈ એ રામ મન્દિર નિર્માણ અંગેનું સુંદર ગીત રાજુ કરેલ જેને રામધૂન મંડળ દ્વારા સંગીત પીરસવામાં આવેલ જેમાં સર્વો ઝુમી ઉઠ્યા હતા.

લગભગ બસોથી અઢીસો જેટલાં લોકોએ હાજરી આપેલ જેમાં સરપંચ મનુભાઈ ભાલોડીયા ઉપસરપંચ બધાભાઇ ભરાઈ સાથે પાનેલી વેપારી મંડળના વેપારીઓ જલારામ યુવક મંડળના સભ્યો રામધૂન મંડળના સભ્યો દાળમાં દાદા યુવા ગ્રુપ નાકાવાળી ગ્રુપ ગેલેક્ષી બાવીસી ગ્રુપના સભ્યો સહકારી મંડળી દૂધમંડળીના સભ્યો ગરબી મંડળના સ્વયંસેવકો ગ્રામપંચાયત ના સભ્યો સાથે કર્મચારી મંદિરના પુજારીઓ ટ્રષ્ટીઓ તેમજ તમામ સમાજના પ્રમુખશ્રીઓએ હાજરી આપી કાર્યને વધાવી લીધેલ અને કાર્યમાં પૂરતો સહકાર આપવાની ખાત્રી આપેલ.

(9:53 am IST)