સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

સોરઠમાં ઠંડીનું મોજુ : અન્‍યત્ર રાહત

ગિરનાર ૫.૪, નલિયા ૬.૫, જુનાગઢ ૧૦.૪ ડિગ્રી : અન્‍ય સ્‍થળોએ પારો ઉંચો

રાજકોટ તા. ૧૬ : સોરઠમાં ઠંડીનું મોજુ છવાયું છે. જો કે અન્‍યત્ર સર્વત્ર પારો ઉંચો રહેતા ઠંડીમાં રાહત અનુભવાઇ છે. જે મળતા અહેવાલો નીચે મુજબ છે.

જૂનાગઢ

જૂનાગઢ : સોરઠમાં આજે પણ ઠંડીનું મોજુ યથાવત રહેલ છે. જો કે ગઇકાલની સરખામણીએ આજે તાપમાન વધુ છે પરંતુ ઠંડીમાં કોઇ રાહત મળી નથી.

મકરસંક્રાંતનો બીજો દિવસ ગઇકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી રહ્યા બાદ આજે પારો ઉપર ચડીને ૧૦.૪ ડિગ્રીએ સ્‍થિર થયો હતો. જેના પરિણામે ઠંડી યથાવત રહી હતી.

ગિરનાર પર્વત પર આજની ઠંડી ૫.૪ ડિગ્રી રહી છે. જેના પરિણામે પ્રવાસીઓ સહિતના લોકો મુશ્‍કેલીમાં મુકાય ગયા હતા.  સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા રહેતા ધુમ્‍મસનું પણ આક્રમણ થયું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૩ કિમીની નોંધાઇ હતી.

જામનગર

હાલારમાં આજનું હવામાન નીચે મુજબ છે. ૨૮ મહત્તમ, ૧૨.૫ લઘુત્તમ ડીગ્રી તથા ૬૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને ૩.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.

 

ક્‍યાં કેટલી ઠંડી

શહેર          લઘુત્તમ તાપમાન

અમદાવાદ    ૧૫.૨ ડિગ્રી

ડીસા          ૧૨.૮ ,,

વડોદરા       ૧૬    ,,

સુરત         ૧૬.૨ ,,

રાજકોટ       ૧૩.૩ ,,

ગિરનાર પર્વત      ૫.૪               ,,

કેશોદ         ૧૦.૨ ,,

ભાવનગર     ૧૬.૩ ,,

પોરબંદર     ૧૨.૪ ,,

વેરાવળ       ૧૬.૭ ,,

દ્વારકા         ૧૬.૪ ,,

ઓખા         ૧૭.૬ ,,

ભુજ           ૧૨.૭ ,,

નલીયા        ૬.૫   ,,

સુરેન્‍દ્રનગર    ૧૫    ,,

ન્‍યુ કંડલા     ૧૩.૫ ,,

કંડલા એરપોર્ટ     ૧૩.૧               ,,

અમરેલી      ૧૩.૬ ,,

ગાંધીનગર    ૧૨.૨ ,,

મહુવા         ૧૪.૧ ,,

દિવ          ૧૩.૬ ,,

વલસાડ       ૧૧.૫ ,,

વલ્લભ વિદ્યાનગર  ૧૫ ,,

 

(11:52 am IST)