કાલે ભાવનગર આવતા પાટીલ
ભાવનગર તા. ૧૭ : રવિવારે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ આવી રહ્યા છે. સિહોરમાં સરપંચ સંવાદ કાર્યક્રમમાં નવનિયુકત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા, મહેન્દ્રસિંહ સરવૈયા વિગેરેનો સન્માન સમારોહ યોજાશે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પ્રથમ વખત ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે. તા. ૧૭ના રોજ પ્રમુખ પાટીલના કાર્યક્રમને અનુલક્ષી પ્રદેશ મંત્રી કસવાલા, સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ રાજુ ધ્રુવ વિગેરે શનિવારે જ ભાવનગર આવી પહોંચશે અને કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપશે.
તા. ૧૭ના રોજ પ્રદેશ પ્રમુખ સિહોરનાં નંદફાર્મ નેસડા ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત નવનિયુકત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઇ ઝડફિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, જનકભાઇ કાછડીયા (બગદાણાવાળા), રઘુભાઇ હુંબલ વિગેરે આગેવાનોનો સન્માન સમારોહ યોજાશે. કાર્યક્રમની શહેર - જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.