સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

જુનાગઢમાં પ્રેમ સંબંધમાં કોઇ વાતનું લાગી આવતા યુવાનનો આપઘાત

જુનાગઢ તા. ૧૬ : જુનાગઢમા પ્રેમ સંબંધમાં કોઇ વાતનું લાગી આવતા એક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢમાં આંબેડકરનગર ખાતે પાણીના ટાંકા પાસે રહેતા રોહિત પરસોતમભાઇ બડવા (ઉ.ર૦) નામના યુવાને ગઇકાલે બપોરના પોતાના ઘરે ગળાફાંસો ખાઇને મોટને મીઠુ કરી લીધું હતું.

આ અંગે મૃતક યુવકના પિતા પરસોતમભાઇ પરસોતમભાઇ પાલાભાઇ બડવાએ સી.ડીવીઝન પોલીસમાં જાહેર કરેલ કે તેના પૂત્ર રોહિતને ઉર્મિલા નામની છોકરી સાથે પ્રેમ સંબંધ હોય જેમાં કોઇ વાતનું મન પર લાગી આવતા ગળાફાંસો ખાધો હોવાનું જણાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પીએસઆઇ ઉંજીયા ચલાવી રહ્યા છે.

(12:52 pm IST)