સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

વેરાવળમાં ફરસાણના વેપારી ઉપર હુમલોઃ સોમનાથ ટોકીઝનો સમગ્ર વિસ્તાર બંધઃ આરોપી સામે રોષ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૬: સોમનાથ ટોકીઝ રોડ ઉપર નાના એવા બનાવમાં મઘ્યરાત્રી એ ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે વેપારી ઉપર ધરે જઈને હુમલો કરતા પગ માં ફેકચર થઈ ગયેલ ગંભીર હાલતમાં ઈજા પામેલને સારવારમાં ખસેડેલ હતા આ બનાવથી સમગ્ર સોમનાથ ટોકીઝ વિસ્તાર જડબેસલાક બંધ થઈ ગયેલ હતો આરોપી સામે કડક પગલા ભરવાની માંગ ઉઠેલ છે.

વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ફારૂકભાઈ ભજીયાવાળાની ફરસાણ દુકાને આજ વિસ્તારમાં ઈબ્રાહીમ ઉર્ફે ઈબુ ટાઈગર તથા બે અજાણ્યા શખ્સોએ કોઈપણ કારણોસર દુકાને બોલાચાલી થયેલ હોય તેથી રાત્રે ૩ થી ૩.૩૦ વાગ્યાના અરસામાં આ શખ્સો તેમના ઘરે પહોચેલ હતા અને ફારૂકભાઈ ભજીયાવાળાના સગાભાઈ સકીલ યુસુફ મુલ્લા ઘરની બહાર આવતા ત્રણેય શખ્સો લાકડાના ધોકા વડે ટુટી પડેલ હતા જેથી આ વેપારીને ગંભીર ઈજાઓ થયેલ અને પગમાં ફેકચર થયેલ હોય સવારથી આ બનાવની જાણ થતા સમગ્ર સોમનાથ ટોકીઝ વિસ્તાર વેપારીઓએ જડબેસલાક બંધ પાડેલ હતો અને તમામ વેપારીઓએ જણાવેલ હતું કે અવાર નવાર માથાભારે તત્વો દ્રારા હુમલાઓ થતા રહેલ છે દુકાનોમાં જઈ લુખ્ખાગીરી કરે છે અને આવા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી માંગ કરેલ છે બપોર બાદ વેપારીઓએ દુકાનો ખોલેલ હતી પોલીસ અધિકારીએ જણાવેલ હતું કે આ ઘટનામાં સંડોવાયેલ કોઈપણ શખ્સોને છોડવામાં આવશે નહી.

પ્રભાસપાટણમાં જુગાર રમતા સાત ઝડપાયા

પ્રભાસપાટણ મુખ્ય બજારમાં દરજીની દુકાન પાસે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમી મળતા દરોડો પાડી જયદીપ કાંતીલાલ જેઠવા, નરશી પ્રેમજીભાઈ સોલંકી, નીલેશ ઝવેરચંદ વૈયાતા, કમલેશ મનસુખભાઈ ગઢીયા, ચંદ્રેશ રામજીભાઈ ટીટા, પુરવ વીમલભાઈ પટેલીયા, સતાર મહમદભાઈ પંજાને રોકડા રૂ.૧૩પ૪૦સાથે ઝડપી પાડેલ હતા.

(12:54 pm IST)