સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

માળિયાના મોટી બરાર મોડેલ સ્‍કૂલનું ઇ-લોકાપર્ણ

મોરબીઃ કલેકટર કચેરી કોન્‍ફરન્‍સ હોલ ખાતે રૂ. ૩૨૩.૭૮ લાખના ખર્ચે તૈયાર થયેલ માળીયા તાલુકાના મોટીબરાર ખાતે તૈયાર થયેલ મોડેલ સ્‍કુલનું શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ ઈ-લોકાર્પણ કર્યા બાદ ઉપસ્‍થિતોને જણાવ્‍યું હતું કે રાજય સરકાર દ્વારા ગામડાના ગરીબ બાળકો ગુણવત્તાયુક્‍ત શિક્ષણ મળી રહે તે માટે આ મોડેલ સ્‍કુલો શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ માળીયા તાલુકાના મોટીબરાર ખાતે આ મોડેલ સ્‍કુલ શરૂ થતા આ પછાત વિસ્‍તારનો લોકોના બાળકોને ખુબજ ઉપયોગી થશે તેમ જણાવ્‍યું હતું. મોરબી માળીયા વિસ્‍તારના ધારાસભ્‍ય બ્રિજેશભાઈ મેરજાએ ઉપસ્‍થિતોને સંબોધતા જણાવ્‍યું હતું કે માળીયા તાલુકો શિક્ષણમાં પા-પા પગલી માંડી રહ્યો છે ત્‍યારે આ વિસ્‍તારના પરીવારોની લાગણી મુજબ મોડેલ સ્‍કુલ બનતા બાળકોને ઉપયોગી થશે. મોડેલ સ્‍કુલનું ઇ-લોકાપર્ણ કરવામાં આવ્‍યું તે તસ્‍વીર. (તસ્‍વીર -પ્રવિણ વ્‍યાસ મોરબી)

(12:59 pm IST)