સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

હથિયારણ ગુન્હા અને વિદેશી દારૂની હેરફેરમાં સંડોવાયેલ ત્રણ શખ્શોને પાસા હેઠળ અટકાયત કરતી પોરબંદર એલસીબી

પોરબંદર :  ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર માથાભારે ઇસમની તથા વિદેશી દારૂની હેરફેર કરતા ૨  શખ્શોની ગુજરાત સરકાર દ્રારા પાસાના કાયદામા કરેલ સુધારણા વટહુકમ ૨૦૨૦ અન્વયે કુલ ત્રણ શખ્શોની પાસા હેઠળ પોરબંદર એલ.સી.બીએ અટકાયત કરી છે

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીનાઓની સીધી સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ ૨૦૨૦ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને પોરબંદર નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહિલ સાહેબ તથા I/C LCB PI એમ.એન.દવે નાઓના માર્ગદર્શન હેઠળ બગવદર પો.સ્ટે. વિસ્તારમાં આચરેલ અગ્નિશસ્ત્રો (હથિયાર)ના ગુન્હાઓ અનુસંધાને આ કામના આરોપી સરફરાજ મામદ હસણીયા ઉ.વ.૩૧ રહે. રાજપરા ગામની સીમ તા.જી.દેવભૂમિ દ્રારકાવાળા વિરૂધ્ધમા *SOG PI કે.આઇ.જાડેજા તથા PSI એચ.સી.ગોહીલ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરેલ.હતી              
   કુતિયાણા પો.સ્ટે. વિસ્તારમાં આચરેલ ભારતીય બનાવટના વિદેશીદારૂના ગુન્હા અનુસંધાને આ કામના આરોપી પ્રમોદકુમાર હરિલાલ વિશ્વકર્મા ઉ.વ.૨૫ રહે. પચૌરી ગામ, તા.પટી જિ.પ્રતાપગઢ ઉતરપ્રદેશ અને  રમેશ નાણભાઇ ભાનુસાલી ઉ.વ.૪૧ રહે. ધનાવાળા, તા.અબ્રસા જિ.કચ્છવાળાઓ વિરૂધ્ધમા કુતિયાણા PSI કે.એસ.ગરચર નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરેલ અને પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદી દ્રારા આ સામાવાળાઓને પાસા હેઠળ સુરત તથા વડોદરા જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB PSI એન.એમ.ગઢવી એ ત્રણ સામાવાળાઓને પાસા વોરંટ ની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત તથા વડોદરા ખાતે મોકલી આપેલ છે.    

કામગીરી કરનાર આધિકારી/કર્મચારી  પોરબંદર SOG PI કે.આઇ.જાડેજા તથા PSI એચ.સી.ગોહીલ, LCB PSI એન.એમ.ગઢવી તથા કુતિયાણા PSI કે.એસ.ગરચર, LCB ASI રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ, HC મહેશ શિયાળ, લીલાભાઇ દાસાનાઓ રોકાયેલ હતા.

(11:46 pm IST)