સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th February 2021

સુરેન્દ્રનગરમાં કોરોના રસી ન લેતો ફરજમુકત કરવાની ચિમકી : સફાઇ કામદારોમાં રોષ

જીલ્લા કલેકટર અમારી સાથે વેકસીન લે પછી જ અમે વેકસીન લેશુ : સફાઇ કામદારોની સુત્રોચાર સાથે માંગણી

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર,તા.૧૬ : સુરેન્દ્રનગર જિલ્લાના ટાઉનહોલ ખાતે ગુરૂવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશની ઉપસ્થિતિમાં તમામ સફાઈ કર્મચારીઓને હાજર રાખવામાં આવ્યા હતા અને ફરજિયાત કોરોના ની રસી લેવા સૂચના આપવામાં આવી હતી તે છતાં પણ જે સફાઈ કર્મચારીઓ કોરોનાની રસી લેતા ડરી રહ્યા છે તેમને ધાક ધમકીથી કોરોનાની રસી લેવાનું કહેતા સફાઈ કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાકટર દ્વારા ફરજિયાત પણે નગરપાલિકામાં ફરજ બજાવતાં સફાઈ કર્મચારીઓને રસી લઈ લેવા માટે સુચના આપવામાં આવી છે અને રડતી નહિ લેનારને કામ ઉપરથી ઉતારી દેવામાં આવશે તેવું પણ કહેવામાં આવતા સફાઈ કર્મચારીઓ દ્વારા આ બાબતનો રોસ નોંધાવવામાં આવ્યો છે. બીજી તરફ ફરિયાદ કોરોના ની રસી લેવાનું સફાઈ કર્મચારીઓને કહેવામાં આવતા સફાઈ કર્મચારીઓ માં પણ રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્યારે જો સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ અમારી સાથે કોરોના ની વેકિસન લે તો અમે તેમની સાથે કોરોના ની વ્યકિત લેવા તૈયાર છીએ બાકી અમને ડર લાગી રહ્યો છે તેવું સફાઈ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે કોરોનાની રસી લીધી નથી તેવો આક્ષેપ પણ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની રસી ફરજિયાત પણે સફાઈકર્મીને આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને કોન્ટ્રાકટર દ્વારા કોરોના ની રસી નહીં લેનાર સફાઈ કર્મચારીઓને છેલ્લા ચાર દિવસથી કામે ન લેવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ત્યારે સરકારે કોરોના ની રસી બજારમાં મૂકી ત્યારે જ જણાવવામાં આવ્યું હતું કે કોરોના ની રસી માણસ ને સ્વેચ્છિક લેવાની છે કોઈના ઉપર દબાણ કરી અને કોરોનાની રસી આપવામાં આવશે નહીં તેવું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સફાઈ કર્મચારીઓને કે જે સફાઈ કર્મચારીઓએ કોરોનાની રસી લીધી નથી તેમને ફરજ ઉપરથી ઉતારી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે એક તરફ સફાઈ કર્મચારીઓ કોરોનાની રસી લેવાથી ડરી રહ્યા છે. ત્યારે ડરથી પણ કોરોનાની રસી સફાઈ કર્મચારીઓને લેવી પડશે એવું કોન્ટ્રાકટર જણાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

(11:47 am IST)