સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th February 2021

દેવભુમી જીલ્લામાં તાલુકા-જીલ્લા પંચાયતોની ચુંટણીના ઉમેદવારોના ડમી ફોર્મ રદ થયાઃ જી.પં.માં ૪૬, તા.પં.માં ૧૪૧ રદ

ખંભાળીયા, તા., ૧૬:  દ્વારકા જીલ્લામાં જીલ્લા પંચાયતની રર બેઠકો માટે કુલ  ૧૧૩ ફોર્મ ભર્યા હતા. જેમાં ૪૬ રદ થતા હવે ૬૭ ઉમેદવારો રહયા છે. જેમાં આજે કેટલાક સ્થળે ઉમેદવારોને પરત ખેંચવા માટેનો દોર શરૂ થયો છે.

ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડ તાલુકા પંચાયતોની પણ ચુંટણીઓ યોજાઇ છે જેમાં ચારેયમાં કુલ ૩૧પ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૧૪૧ રદ થતા ૧૭૪  ઉમેદવારો હવે મેદાનમાં રહેતા જયાં જયાં હરીફ કે અપક્ષ ઉમેદવાર હરીફ ઉમેદવારી પત્ર ખેંચીને મદદરૂપ ન થાય ત્યાં ત્યાં હરીફ ઉમેદવારોએ પ્રયત્નો શરૂ કર્યા હોય તાલુકા  પંચાયતોમાં પણ બે-ચાર ફોર્મ પરત ખંચવાના દિવસે સાંજે સ્પષ્ટ થઇ જશે જેથી હાઇનલ લડવૈયાઓના નામો નક્કી થતા પછી ચુંટણી જંંગ શરૂ થશે.

ખંભાળીયા પાલીકા ચુંટણી માટે ૧૭૦નો સ્ટાફ કાર્યરત થશે

ખંભાળીયા નગર પાલીકાની ચુંટણી માટે રેવન્યુ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવાનું આયોજન હાથ ધરાયું છે.

મુખ્ય ચુંટણી અધિકારી તરીકે ખંભાળીયા પ્રાંત અધિકારી શ્રી ડી.આર. ગુરવ છે. જયારે મદદનીશ ચુંટણી અધિકારી તરીકે મામતદાર શ્રી વાઘેલાની નિયુકતી કરવામાં આવી છે.

ખંભાળીયા પાલીકામાં કુલ સાત વોર્ડની ર૮ બેઠકો છે જેના માટે ખંભાળીયા શહેરમાં ૧૧૦૦ની સંખ્યાથી વધુ નહી તેવા ૩૪ બુથોની રચના કરવામાં આવી છે.

દરેક બુથ પર એક પ્રિસાઇડીંગ અધિકારી  ત્રણ પોલીંગ ઓફીસર તથા એક પટાવાળા સહીત પ્રજાદીઠ પાંચ વ્યકિતનો સ્ટાફ નિમણુંક કરીે દેવાયો છે. તેમની પ્રથમ ટ્રેનીંગ યોજાઇ ગઇ છે. જયારે બીજી ટ્રેનીંગ ર૦-ર-ર૧ના રોજ યોજાનાર છે.

સમગ્ર પાલીકા વિસ્તારમાં શાંતીપુર્ણ ટીમે કોઇ પરેશાની વગર ચુંટણીઓ યોજાય તે માટે પ્રાંત અધિકારી શ્રી ડી.આર. ગુરવના માર્ગદર્શન હેઠળ સુંદર વ્યવસ્થા ગોઠવાઇ છે.

માત્ર ૧ કોરોના કેસ

દેવભુમી દ્વારકા જીલ્લામાં ગઇકાલે ર૪ કલાકમાં માત્ર એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જે ખંભાળીયામાં ચાર રસ્તા પાસે નોંધાયો છે. જયારે ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકામાં એક પણ કેસ નવો નોંધાયો નથી. હાલ જિલ્લામાં ૧૭ એકટીવ કેસ છે.

(12:57 pm IST)