સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th February 2021

એસ.ટી. એમ્પ્લોઇઝ કો.ઓપ. ક્રેડીટ સોસાયટીની સભ્યોને અંધારામાં રાખી ચુંટણી યોજવા અંગે રાજકોટ લવાદ કોર્ટમાં દાવો

રાજકોટ, તા., ૧૬:  ધી એસ.ટી. એમ્પલોયઝ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. જુનાગઢના સભ્યોને અંધારામાં રાખી ચુંટણી યોજી અને હોદેદારોની નિમણુક થયેલ તે ગેરકાયદેસર ઠરાવવા તથા મંડળીના ૧૫૨૪ પૈકી માત્ર ૬૮ સભ્યોની સહી લઇ બંધારણમાં સુધારો કરી ઠરાવ પસાર કરવામાં આવેલ જેના આધારે થયેલ ચુટણી રદ કરવા લવાદ કોર્ટ, રાજકોટમાં દાવો થયેલ છે.

આ દાવાની ટુંકમા હકીકત એવી છે કે, દ્યી એસ.ટી. એમ્પલોયઝ કો-ઓપરેટીવ કેડટ સોસાયટી લી. જુનાગઢ કે જેમાં ૧૫૨૭ સભ્યો પૈકી વાદી શ્રી હાજાભાઇ ભાયાભાઇ બોરખતરીયા તથા શ્રી રાજાભાઇ જેઠાભાઇ ઓડેદરાએ રાજકોટના મહેરબાન બોર્ડ ઓફ નોમીનીઝ (લવાદ કોર્ટ) સાહેબ સમક્ષ પ્રતિવાદી ધી એસ.ટી. એમ્પલોયઝ કો-ઓપરેટીવ કેડટ સોસાયટી લી. જુનાગઢના મેનેજીંગ ડીરેકટર તથા ચેરમેન અને ચુંટાયેલા સભ્યો વિરૂધ્ધ તેવો દાવો કરેલ કે તા.૩/૧૧/ર૦ર૨૦ ના રોજ કરવામાં આવેલ ચુંટણી ગેરકાયદેસરની પેટા કાયદાની જોગવાઇ વિરૂધ્ધની બદદાનતથી સભ્યોના કાયદેસરના હકકોથી વંચીત રાખતી ચુંટણી કરવામાં આવેલ હોય અને તેમાં ગેરરીતીઓ થયેલ હોય જેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટના કર્મચારીના વેલફેરના હેતુ માટે સોસાયટી બનાવવામાં આવેલ જે ધોરણસર ધી ગુજરાત કો.ઓપ. સોસાયટી એકટ હેઠળ નોંધાયેલ સોસાયટી હોય જેમાં સભ્યો પાસેથી મેમ્બરશીપ ફીની રકમ મેળવી સભ્યો બનાવવામાં ઓવેલ હોય અને જયારે જયારે સભ્યોને આર્થીક સહાયની જરૂરીયાત ઉભી થાય ત્યારે ધોરણસર નિયમોનુસાર લોન ધીરાણ આપી સહાય કરવાનો હેતુ હોય અને ડીપોઝીટ માટેની ઓફીસો ડીવીઝન ઓફીસ જુનાગઢ, ડીવીઝનલ વર્કશોપ જુનાગઢ, જુનાગઢ ડીપો, વેરાવળ ડીપો, કેશોદ ડીપો, ધોરાજી ડીપો, જેતપુર ડીપો, પોરબંદર ડીપો, ડૂ ૦ ઉપલેટા ડીપો, માંગરોળ ડીપો, બાટવા ડીપો મુકામે ૧૧ ઓફીસો આવેલી હોય અને જે તે નટ ૯૯૦ સમયે સોસાયટીના નિયમ મુજબ રૂમ.૫૦૦૦/- ના શેર હોલ્ડીંગ ધરાવતા વ્યકિત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર ગણાવી શકાય. પરંતુ આ કામમાં એકાએક તા.૧૦/૯/૨૦૨૦ ના ૭ રોજ એ.જી.એમ. બોલાવી અને નિયમોમા સુધારો કરી રૂ.૩૦૦૦૦/- ના ઓછામાં ઓછા શેર ધારકો ચુટણી પ્રકીયામા ભાગ લઇ શકે તેવો નિર્ણય કરવામાં આવેલ. જે એ.જી.એમ.માં કુલ સભ્યો ૧૫૨૭ પૈકી માત્ર ૬૮ ની સહીઓ કરાવી અને એ.જી.એમ. મીટીંગનું સ્થળ ઓફીસ કાર્યાલય દર્શાવેલ કે જયાં વીસ વ્યકિત પણ સમાય ન શકે તે સ્થળ દર્શાવી અને તૈયાર ઠરાવમાં સહીઓ લેઈ અને પેટા કાયદામાં સુધારો કરવામાં આવેલ. જે દ્બ૮ સભ્યો એટલે કે ૧૫૨૭ પૈકીના હોય તેમાં ૧/૩ જેટલી પણ હાજરી ન હોય તેમ છતાં પેટા કાયદામાં સુધારો કરી બંધ બારણે લાગતા વળગતા મળતીયાની હાજરીમાં ઠરાવ પસાર કરેલ અને ત્યારબાદ ચુટણી જાહેર કરી દેવામાં આવેલ. એ.જી.એમ.ની જરૂરી કાર્યવાહી દરેક સભ્યોને જાણ કરવાની હોય તેવી કોઇ કાર્યવાહી કરેલ નહીં અને સીધો ચૂંટણીની તારીખ જાહેર થતા અને તેમાં રૂ.૫૦૦૦/- ના શેર હોલ્ડીંગ ધરાવતા ઉમેદવારો એકાએક રૂમ.૩૦,૦૦૦/- નું શેર હોલ્ડીંગ ઉભુ કરી અને તે કયાંથી આવ્યા, કેવી રીતે આવ્યા તે છુપાવી અને ચુટણીની મતદાર યાદી તા.૧/૧૦/૨૦૨૦ દર્શાવી વાંધા રજુ કરવાની તા.૬/૧૦/ર૦૨૦ દર્શાવી અને આખરી મતદાર યાદી તા.૯/૧૦/૨૦૨૦ કરી તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ મતદાન કરી અને તા.૫/૧૧/૨૦૨૦ ના . રોજ ચુટણી પરિણામ જાહેર કરી નિમણુક થયેલ. ઉપરોકત સમગ્ર પ્રક્રીયા ગેરકાયદેસર રીતે અને લોકશાહીના નિયમ વિરૂધ્ધની હોય તે અંગે જીલ્લા રજીસ્ટ્રારશ્રીને લેખીત જાણ કરેલ અને . ત્યારબાદ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પણ આ બાબતે કાર્યવાહી હાથ ધરેલ અને આ અંગેની સતા ધોરણસર લવાદ કોર્ટને હોય. જેથી હાલ યોજવામાં આવેલ ગેરકાયદેસરની ચુંટણી ૨૬ કરવા અને સજાત્મક પગલા ભરવા વાદી હાજાભાઇ ભાયાભાઇ તથા રાજાભાઇ જેઠાભાઈએ હાલ દાવો હોય. જેમા લવાદ કોર્ટે અરજન્ટ કારણદર્શક નોટીસો પ્રતિવાદીઓને કરેલ છે. આ કામમાં વાદી વતી એડવોકેટ તરીકે જતીન ડી. કારીયા, ચિરાગ એસ. કારીયા, દિવ્યરાજસિહ એન. જાડેજા, ભરત કે. પરમાર તથા સંદીપ જી. વાડોદરીયા રોકાયેલ છે.

(12:58 pm IST)