સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

વંથલીના ગિરનાર ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલમાં મોટી સંખ્યામાં લોકો ન્હાતા હોવાની બાતમીથી પોલીસનો દરોડો : 15 છોકરાઓ ભાગી ગયા : પાંચ બાઈક અને રીક્ષા કબ્જે

નહાવા પડેલા 15 છોકરાઓ ફરાર : વાહનો કબ્જે લઈને સંચાલકો સામે જાહેરનામાનો ગુન્હો નોંધવા તજવીજ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જિલ્લાના વંથલીના ગિરનાર ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલમાં સાંજના મોટી સંખ્યામાં લોકો નહાતા હોવાની વંથલી પોલીસને બાતમી મળતાં પી.એસ.આઈ. ક્ષત્રિય અને સ્ટાફે રેડ કરતા પંદર છોકરાઓ ન્હાતા હતા તે નાસી ગયા હતા અને પોલીસે સ્થળ પરથી પાંચ બાઇક અને એક રિક્ષા કબ્જે કરી સંચાલકો સામે જાહેરનામાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરેલ છે.

(10:14 am IST)