સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

ધોરાજી સરકારી હોસ્પિટલ કોવિડ સેન્ટરની મુલાકાત લેતા રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા

જામકંડોરણા સેન્ટરમાં દરરોજ બે વખત હું આજ રીતે પી.પી.કીટ પહેર્યા વગર દર્દીને મળું છું : જયેશ રાદડિયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી સરકારી હોસ્પિટલ covid વિભાગની અચાનક મુલાકાતે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા આવ્યા હતા અને દર્દીઓને તબિયતની પૂછા કરી હતી
ધોરાજી સરકારી હોસ્પિટલ કોવિડ વિભાગની અચાનક મુલાકાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ લીધી હતી આ સમયે સરકારી હોસ્પિટલ બહાર તો ઉભા હતા પરંતુ ડૉક્ટરને જણાવેલ કે મારે તો કોવિડ વિભાગના દર્દીઓ સાથે મળવું છે અને પી.પી.કીટ પહેર્યા વગર આ સાથે ડોક્ટરો પણ આશ્ચર્ય પામી ગયા હતા અને જયેશભાઇ રાદડીયા સાથે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ પત્રકારો તેમજ ધોરાજી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ હરકિશન માવાણી ભોલાભાઈ માવાણી જયસુખભાઇ ઠેસીયા ભરતભાઈ બગડા તુષારભાઈ સોંદરવા કૌશલ સોલંકી રાજુભાઈ બગડા વિગેરે ભાજપના અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા
આ સાથે ધોરાજી સરકારી હોસ્પિટલ માં કોવિડ સેન્ટરના બે માળ ખાતે જયેશભાઇ રાદડીયા વિગેરે પત્રકારો સાથે પી.પી કિટ પહેર્યા વગર દર્દીઓને મળ્યા હતા અને દર્દીઓને ખબરઅંતર પૂછ્યા હતા
આ સમયે જયેશભાઇ રાદડીયા જણાવેલ કે હું દરરોજ જામકંડોરણા ખાતે પી.પી કીટ પહેર્યા વગર જ દર્દીઓને મળું છું ભગવાનની કૃપા છે મને કંઈ થતું નથી પરંતુ દર્દીને મળવાનો મને આનંદ આવે છે તેમની તબિયત પૂછું છું અને જરૂરી સેવા પણ કરું છું
આ સાથે ધોરાજી સરકારી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ન ખાઈ રહ્યો છે તે બાબતનો પણ પત્રકારોને માહિતી આપી હતી અને હવે ધોરાજી સરકારી હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહકારથી ગરીબ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તે બાબતે ધોરાજીની જનતાને  આજુબાજુ વિસ્તારની જનતાને ફાયદો થશે તેમ જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું
  આ સમયે ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં સારી સુવિધા અને સારી કામગીરી બાબતે અમુક લોકોએ વખાણ કરતા વાસ્તવિક બાબતે જણાવેલ કે ખરેખર ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સુવિધા મળતી નથી જે પ્રકારની અનેક ફરિયાદો પણ જોવા મળી છે લાગવગ હોય તો જ સારી સુવિધા મળે છે તે બાબતની પણ રાજ્યના મંત્રી જયેશભાઇ રાદડીયા ની હાજરીમાં ચર્ચાઓ થઈ હતી વાસ્તવ માં ગરીબોને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અને કોઈપણ લાગવગ વગર સારવાર અને બેડ મળે તે પ્રકારની સુવિધા આપવી જોઈએ તેવી કિશોરભાઈ રાઠોડ એ રાજ્ય સરકારના મંત્રી જયેશભાઇ રાદડીયા ને ભલામણ કરી હતી
આ સાથે સરકારી હોસ્પિટલના અધિક્ષક  તેમજ ડોક્ટર મહેશ્વરી ડોક્ટર રાજ બેરા ડોક્ટર પાર્થ ગોસ્વામી હેડ નર્સ ગીરાબેન ગોસ્વામી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

(8:11 pm IST)