સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

'તોક્તે' વાવાઝોડા પૂર્વે કચ્છના દરિયામાં બીએસએફ સતર્ક- પેટ્રોલિંગ સાથે માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના : વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ, બીએસએફ રાખી રહ્યા છે પરિસ્થિતિ ઉપર નજર

(વિનોદ ગાલા દ્વારા ભુજ) અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ વાવાઝોડું આગામી ૨૪ થી ૩૬ કલાક દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છની દરિયાઈ સીમામાં પ્રવેશે એવી હવામાન વિભાગની ચેતવણી છે. તે દરમ્યાન કચ્છના દરિયાઈ તેમ જ ક્રીક વિસ્તારમાં બીએસએફ દ્વારા સતર્કતા સાથે પેટ્રોલિંગ શરૂ કરાયું છે. સ્પીડ બોટ અને હોવરક્રાફ્ટ સાથે બીએસએફ દ્વારા કોઈ પણ માછીમારી બોટ દરિયામાં રહે નહીં એવી તકેદારી સાથે પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. સાથે સાથે માછીમારોને હાલના તબક્કે દરિયામાં ન જવા સમજાવાઈ રહ્યા છે. કચ્છમાં વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ અને બીએસએફ સતર્ક બની વાવાઝોડાની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.

(11:38 am IST)