સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની આગાહી વચ્ચે ધોમધખતો તાપ : અસહ્ય બફારો : સૌથી ઊંચું તાપમાન ગાંધીનગરમાં ૪૪ ડિગ્રી : રાજકોટ અને કંડલા એરપોર્ટ ઉપર ૪૩.૪ ડિગ્રી મહત્તમ તાપમાન : ગુજરાતના ૧૪ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર

રાજકોટ તા ૧૬, સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની આગાહી વચ્ચે ધોમધખતો તાપ આજે આખો દિવસ પડયો હતો  અસહ્ય બફારો  અનુભવાઇ રહ્યો છે સૌથી ઊંચું તાપમાન ગાંધીનગરમાં ૪૪ ડિગ્રી નોંધાયું હતું રાજકોટ અને કંડલા એરપોર્ટ ઉપર ૪૩.૪ ડિગ્રી મહત્તમ તાપમાન  નોંધાયું હતું ગુજરાતના ૧૪ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ ગયું છે.

        આજે અમદાવાદમાં ૪૩.૫ ડિગ્રી , ડીસામાં ૪૧.૮ ડિગ્રી , વડોદરા ૪૨.૨ , સુરત ૩૯.૪ ડિગ્રી , કેશોદ ૪૧.૬ ,  ભાવનગર ૩૮.૯ , પોરબંદર ૪૩.૮ , ભૂજ ૪૨.૬ મહત્તમ તાપમાન નોંધાયું છે.

(7:34 pm IST)