સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

માળિયામાં પાણીની આશ લગાવીને બેસેલ ખેડૂતો સાથે ક્રૂર મશ્કરી : કુંભારિયા આવેલ પાણી કલાકોમાં બંધ પણ થય ગયું.

મોરબી : માળિયા તાલુકામાંથી પસાર થતી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં પાણી મળતું ના હોય જેથી ખેડૂતો છેલ્લા ૧૦ દિવસ કરતા વધુ સમયથી આજીજી કરી રહ્યા છે દરમિયાન પૂર્વ ધારાસભ્ય પણ માળિયાની મુલાકાતે જઈને તંત્રને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપી આવ્યા હતા જોકે પાણી કુંભારિયા ગામ સુધી બુધવારે આવ્યું અને કલાકોમાં પરત ચાલ્યું ગયું હોય જેથી છેવાડાના ૧૦ ગામો માટે હજુ પાણીનો પ્રશ્ન યથાવત જોવા મળે છે  
માળિયા તાલુકામાંથી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલ પસાર થાય છે છતાં પણ ખેડૂતોને પુરતું સિંચાઈનું પાણી મળતું નથી ખેડૂતોએ સિંચાઈનું પાણી મળશે તેવી આશાએ આગોતરા જ કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું છે અને હવે પિયતનો સમય થયો છે ત્યારે પાણી મળતું નથી જેથી ખેડૂતોના વાવેતરનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે ખેડૂતો છેલ્લા ૧૧ દિવસથી પાણી માટે માંગ કરી રહ્યા છે પરંતુ પાણી મળ્યું નથી ત્યારે અધિકારીઓ પણ ઉપરવાસમાં કામગીરી કરી ખેડૂતોને પાણી મળે તે માટે મથામણ કરી રહ્યા છે ત્યારે માળીયાના કુંભારિયા ગામ પહોચેલ પાણી માત્ર કલાકોના સમયગાળામાં પરત ફર્યું હતું જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. માળિયા તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઈનું પાણી મળતું ના હોય અને ખેડૂતો પોકાર લગાવીને થાક્યા હોય છતાં તંત્ર કે સરકાર ખેડૂતોની વેદના સાંભળતી ના હોય હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારમાં થતી પાણી ચોરી રોકવામાં આવે તો જ માળીયાના છેવાડાના ગામો સુધી પાણી પહોંચી સકે જેથી તંત્ર દ્વારા ૧૪ જેટલા મશીબલ પંપ જોડીને ગેરકાયદેસર પાણી ઉપાડનાર શખ્સોએ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને માળીયાના ઘાટીલા અને કુંભારિયા ગામે સવારના ૭ વાગ્યે પહોચ્યું હતું પણ માત્ર ૪ કલાક જેટલા સમયગાળામાં એટલે ૧૨ વાગ્યા આસપાસ કેનાલમાં પાણી પરત ગયું હતું જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.તો આ બાબતે અધિકારીનો સંપર્ક કરતા તેમને પણ ફોન રીસીવ નાં કાર્ય હતા અને ખેડૂતો પણ ચિંતિત થયા હતા તો ૧૨ ગામ પાણી પહોચાડવા માટે તંત્ર મથામણ કરી રહ્યું હોય તેવું આગેવાનો તો જણાવી રહ્યા છે પરંતુ પાણી ખરેખર ક્યારે મળશે અને મળશે કે નહિ તે પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે

(8:59 pm IST)