સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

મોરબી તાલુકા પોલીસે બે માથાભારે શખ્સોને પાસા તળે જેલમાં ધકેલ્યા: એકને વડોદરા જયારે એકને સુરત જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા વિસ્તારના બે માથાભારે શખ્સોને  મોરબી તાલુકા પોલીસે પાસા તળે ડીટેઈન કરીને એકને વડોદરા જયારે એકને સુરત જેલ ધકેલ્યો છે
મોરબી તાલુકા પીઆઈ એમ આર ગોઢાંણીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી, લૂંટ, ઘરફોડ જેવા ગુન્હામાં સંડોવાયેલ માથાભારે શખ્શો વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા બે શખ્શો વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હોય જેથી સામાવાળા સતીષ રમેશ ડેડવાણીયા (રહે વિસીપરા મોરબી )ને સુરત લાજપોર મધ્યસ્થ જેલ અને સુલતાન સલેમાન ઉર્ફે સરમણ સુમરા (રહે વિસીપરા મોરબી વાળા) ને વડોદરા મધ્યસ્થ જેલ ધકેલવામાં આવ્યા છે

(9:02 pm IST)