સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા આપણું વાડોદર ગ્રુપના ગ્રુપના સહયોગ થી ધોરાજી તાલુકાના વાડોદર ગામ ખાતે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા આપણું વાડોદર ગ્રુપના ગ્રુપના સહયોગ થી ધોરાજી તાલુકાના વાડોદર ગામ ખાતે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

ધોરાજી તાલુકાના વાડોદર ગામ ખાતે રાજકોટ  નવરંગ નેચર કલબ  અને  આપણું વાડોદર  ગ્રુપ ના સહયોગથી હાલનાં સમયમાં કોવિડ-૧૯ નાં સંક્રમણ માં ઓક્સિજન સમગ્ર માનવજાત માટે કેટલો મહત્વનો છે. એ સાબિત થઈ ગયુ. ઓક્સિજન હશે તો જ પૃથ્વી પર જીવન ટકશે. ઓક્સિજન વધારે માં વધારે મળતો રહે તે માટે વૃક્ષો નો ઉછેર જરૂરી છે. તેને પગલે "નવરંગ નેચર કલબ, રાજકોટ" તથા  "આપણું વાડોદર ગ્રુપ" નાં સભ્યો તથા મુખ્ય આર્થિક સહયોગી શરદકુમાર ઠેસિયાનાં સહયોગ થી વાડોદર મુકામે રોપા વિતરણ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. ઔષધીય તથા ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં અરડૂસી, લીમડો, રાવણાં, જમરૂખ, સીતાફળ, લીંબુડી, દાડમ, આસોપાલવ, બીલી, બદામ, શેતુર, ગુંદા તથા અન્ય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં વાડોદર નાં ગ્રામજનો એ હોંશભેર ભાગ લીધો. કાર્યક્રમમાં નવરંગ નેચરલ ક્લબનાં પ્રમુખ વી.ડી.બાલા તથા આપણુ વાડોદર ગ્રુપનાં  જયેશભાઇ ડાંગર,  કિશોરભાઈ ચાવડા,ભરતભાઈ મ્યાત્રા , રાજુભાઈ મૈયડ તથા યશ ડાંગર અને  ટીમ સેવલાયનનાં સન્માનિત એવા વજુભાઈ ડાંગર, વિરેનભાઇ કુવરિયા અન્ય સેવાભાવી વડીલો તથા યુવાનો એ હોંશભેર સહયોગ આપ્યો હતો

 આ કાર્યક્રમ સૌથી મહત્વની બાબત વાડોદરનાં પર્યાવરણ પ્રેમી  કરસનભાઇ વડુકુળ કે જેમણે વાડોદર આસપાસ ની જગ્યા માં સેંકડો વૃક્ષો વાવીને પોતે એકલા હાથે ઉછેર્યા છે. તેઓનું માનભેર સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં વાડોદર ની સમગ્ર જનતાએ હોંશભેર ભાગ લીધો અને સંકલ્પ લીધો કે રોપા રોપી જ્યાં સુધી વૃક્ષ  બને ત્યાં સુધી જતન કરીશું. આમ વાડોદર મુકામે કુદરતને સમૃદ્ધ કરવાનો કાર્યક્રમ નું સફળ આયોજન કરવામાં આવ્યું. હતું

(9:59 pm IST)