સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની ચોટીલા હાઇવે પરથી સુરેન્દ્રનગર પોલીસે કરી અટકાયત

અમરેલી SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ કરેલા વિવાદિત નિવેદનને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી

અમદાવાદ : ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની ચોટીલા હાઈવે પરથી સુરેન્દ્રનગર પોલીસે અટકાયત કરી છે. અમરેલી SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ કરેલા વિવાદિત નેવેદનને લઈ પોલીસ દ્વારા  આ કાર્યવાહી કરાઈ છે

  સુરજદેવળ મંદિર ખાતે એક કાર્યક્રમમાં અપમાનજનક નિવેદન કર્યું હતું. જે બાદ પોલીસે આજે તેની અટકાયત કરી છે. અને અટકાયત બાદ પોલીસ મથક પર ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે

(10:55 pm IST)