સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th June 2022

જૂનાગઢના સમાજ સેવક અલ્‍તાફ કુરેશીને ‘સિપાહી ગૌરવ સન્‍માન' અર્પણ

જૂનાગઢ : આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સમાજની પ્રસિધ્‍ધિ કરનાર અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા યોજાયેલ સમારોહમાં જૂનાગઢના સમાજ સેવક અલ્‍તાફ કુરેશીને ‘સિપાહી ગૌરવ સન્‍માન' હાસ્‍ય કલાકાર પદ્મશ્રી શાહબુદીનભાઇ રાઠોડના હસ્‍તે અર્પણ કરાયો હતો.
સોરઠ યુવા મંડળ સંસ્‍થાના માધ્‍યમથી સેવા કાર્ય કરનાર અલ્‍તાફભાઇ કુરેશી  ટીવી એન્‍કર છે.  તેમજ જિલ્લા બેસ્‍ટ યુથ એવોર્ડ અને પોરબંદર ગૌરવ એવોર્ડ સહિતના અનેક એવોર્ડ જીતી ચૂકયા છે. ૨૦૦૭માં તેમના પિતા ખહાઉદ્‌ીનભાઇ કુરેશી દ્વારા શાહબુદ્‌ીનભાઇ રાઠોડનું સન્‍માન કરાયું હતું. અને આજે શાહબુદ્‌ીનભાઇના હસ્‍તે પોતાનું સન્‍માન થયુ જે માતાપિતાને અર્પણ કર્યુ હતું. જે બદલ અખિલ ગુજરાત સિપાહી સમાજનો આભાર વ્‍યકત કર્યો હતો (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

 

(10:51 am IST)