સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th June 2022

ઉનામાં યુવા ભાજપ દ્વારા વિકાસતીર્થ બાઇક તીરંગા યાત્રા નીકળી

ઉના તા. ૧૬: યુવા ભાજપ ઉના દ્વારા સુશાસન સપ્‍તાહના સમાપન દિવસે સમગ્ર ગુજરાતના જીલ્લા/મહાનગરમાં વિકાસ તીર્થ બાઇક તીરંગા યાત્રાનું આયોજનના ભાગરૂપે યુવા ભાજપ ઉના મંડલ યાત્રાનું આયોજન જીલ્લા અધ્‍યક્ષ માનસિંગભાઇ પરમાર અને જીલ્લા યુવા અધ્‍યક્ષ હિતેશભાઇ ઓઝા તેમજ પુર્વ ધારાસભ્‍ય કે. સી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉના શહેરમાં કરવામાં આવ્‍યું હતું.

તમામ સંગઠન કાર્યકરો ધ્‍વજ સાથે પાર્ટી સિમ્‍બોલ રાખી બાઇક રેલી યોજી હતી જે ભાજપ કાર્યાલય ખાતે સમાપન કરવામાં આવી હતી જેમાં યુવા મોરચા સંગઠન, કારોબારી સહિત નગર પાલિકા સભ્‍ય તાલુકા મોરચાના કાર્યકર સહિત બહોળી સંખ્‍યામાં કાર્યકર્તાઓ વંદે માતરમ્‌ ભારત માતા કી જયના નારા સાથે પાંચ કિલોમીટર જેટલી યાત્રા યોજવામાં આવી હતી જેમાં જીલ્લા અધ્‍યક્ષ હિતેશભાઇ ઓઝા, યુવા શહેર પ્રમુખ વિનોદભાઇ બાંભણીયા, તાલુકા પ્રમુખ સંજયભાઇ બાંભણીયા, મહામંત્રી કિરીટભાઇ વાજા, મહામંત્રી હનુભાઇ ગોહિલ, નગરપાલિકા સભ્‍ય પરેશભાઇ બાબુભાઇ ડાભી, ઉપ પ્રમુખ ચંદ્રેશ જોશી સહિત કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને સરકારના આઠ વર્ષ સુશાસન વિષે પ્‍લે કાર્ડ સાથે લોકોને માર્ગદર્શન આપ્‍યું હતું.

(12:04 pm IST)