સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

મૃત સિંહના સાત નખ ગુમ થતાં તપાસનો ધમધમાટ

૪ દિવસ પૂર્વે અભ્યારણમાંથી સિંહનો મૃદેહ મળ્યો હતો : સિંહના પીએમ વેળા વનવિભાગને ઘટનાની જાણ થઈ

અમરેલી, તા.૧૫ : સાવરકુંડલા રેન્જમાં આવેલા મીતીયાળા રેન્જમાં આવેલા અભ્યારણમાંથી ચાર દિવસ પહેલા એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના સાત જેટલા નખ ગુમ થયા છે. ઘટનાની જાણ થતા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાવરકુંડલા મિતિયાળા અભયારણ્યમાંથી ચાર દિવસ પહેલાં વ્યક્તિને એક સિંહનો મૃતદેહ મળ્યો હતો. પીએમની કાર્યવાહી દરમિયાન ૧૮ નખમાંથી સાત જેટલા નખ સિંહના ગુમ થયા છે હોવાની વનવિભાગને જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગ દ્વારા અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.

જ્યારે કોઈપણ સિંહનું મોત થાય છે અથવા વનવિભાગને સિંહના મૃતદેહ મળે છે ત્યારે વનવિભાગ સૌપ્રથમ સિંહ ના પગ માં આવેલ નખની તપાસ કરતા હોય છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના મીતીયાળા અભ્યારણ્યમાં ચાર દિવસ પહેલા સિંહનો એક મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સિંહના ૧૮ નખમાંથી નખ ગુમ થયા હતા.

ઘટનાની જાણ થતા વનવિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને અલગ અલગ દિશાઓમાં આની તપાસ શરૂ કરી દીધી છે સિંહના મૃતદેહ માંથી કઈ રીતે કાઢવામાં આવ્યા કે કોઈ બીજી રીતે નખ નીકળી ગયા છે કે નહીં તેની પૂર્ણ પૂર્વક તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા વનવિભાગ દ્વારા વિસ્તારમાં સ્કેનિંગ પણ કર્યું હતું પરંતુ સાત જેટલા નખ કોણ લઇ ગયું અને સાત જેટલા નખ ક્યારે સિંહના પંજામાંથી ગાયબ થયા તે એક તપાસનો વિષય બની ગયો છે જૂનાગઢના સીસીએફ વસાવડાએ માહિતી આપી હતી કે કુલ ૧૮ નખમાંથી સિંહના સાત જેટલા નખ ગુમ થયા છે અને ઘટનાની સંપૂર્ણ તપાસ વનવિભાગ દ્વારા હાલ કરવામાં આવી રહી છે.

(9:50 am IST)