સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

જેતપુર પાંજરાપોળ મહાજનની રવિવારે ચુંટણીઃ શ્રી નવકાર ગૃપને સતારૂઢ કરવા જ્ઞાતિજનોમાં ભારે ઉત્સાહ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૬: શહેરમાં મુંગા પશુઓની સંભાળ રાખવા પાંજરાપોળ મહત્વની કામગીરી ૧૦૦ વર્ષથી કરતું રહ્યું છે. આ સંસ્થાને સુદ્રઢ રીતે ચલાવવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ ટ્રસ્ટના હોદેદારોની આગામી તા. ૧૮ રવિવારના રોજ ચુંટણી યોજાનાર છે.

આ ટ્રસ્ટની બાગડોર ૧૯૭પ થી જીતુભાઇ દેસાઇએ સંભાળેલ ૧૦ વર્ષના શાસન દરમ્યાન જો કે સતા સંભાળતાજ ઉપરા ઉપર ૩ વર્ષ સુધી દુષ્કાળ પડતા આવી કપરી કસોટીમાં તેમણે સરકાર તેમજ શહેરીજનોના સહકારથી તે પરિસ્થિતિ પસાર થઇ ગયેલ. જીતુભાઇએ ટ્રસ્ટમાં મહત્વના ફેરફારો કરેલ પાંજરાપોળની દબાણ થયેલ જમીનો ખાલી કરાવી. આવકના સ્ત્રોતમાં વધારો કરેલ ઉપરાંત ટોચ મર્યાદાના કાયદા અંતર્ગત ચાલતા કેસમાં પાંજરાપોળની તરફેણમાં ચુકાદો મેળવવા પ્રયત્નો કરી તેમાંથી મુકતી મેળવી આ ટ્રસ્ટની આગામી રવિવારના રોજ સવારે ૯ થી ર દરમ્યાન ચુંટણીનું મતદાન યોજાશે. જો કે ચુંટણીમાં દાવેદારી નોંધાવનાર શ્રી નવકાર ગૃપના કિશોરભાઇ એન. શાહ ઘણા વર્ષોથી ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યા છે. ઉપરાંત ભાજપ જીલ્લા કોષાધ્યક્ષ યુવા બોર્ડમાં જીલ્લા વાલી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ડિરેકટર, જૈન ઉપાશ્રય પ્રમુખ, કન્યા છાત્રાલય (જુનાગઢ) જેવી સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. તેના નેતૃત્વ હેઠળ ૧રપ વર્ષ જુની પાંજરાપોળની હાલ કાયાપલટ કરી દીધી છે. ઉદયભાઇ દેસાઇએ પાંજરાપોળ અને જ્ઞાતીમાં પ્રમુખ તરીકે યોગદાન આપતા સમાજમાં મુઠી ઉંચેરા માનવી તરીકેની છાપ ધરાવે છે. મહેન્દ્રભાઇ વોરા, હાલ જ્ઞાતી પ્રમુખ તેમજ પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. પૂર્વ નગર સેવક તરીકે મુળ લોકચાહનાથી ચુંટાઇ રાજકીય કારકીર્દી પણ ઉજળી બનાવી છે. શ્રી નવકાર ગૃપમાં કેતનભાઇ બાવીસી વિજયભાઇ બાવીસી, હરેશભાઇ દોશીએ પણ ટ્રસ્ટની ચુંટણીમાં દાવેદારી નોંધાવી હોય તમામ ઉમેદવારો વિજેતા બની ૩૩ કોટી દેવતાઓની સેવા કરે તેવા સુભાશ્રયથી દિલીપભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ ૧૬પ જેટલા જ્ઞાતીજનો ભારે ઉત્સાહ સાથે મતરૂપી સહકાર આપવા દ્રઢ નિર્ણય કરેલ છે.

(11:42 am IST)