સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

વેરાવળ સોમનાથમાં બે કલાકમા બે ઇંચઃ સુત્રાપાડામાં દોઢ ઇંચ વરસાદ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૬:સોમનાથ સુત્રાપાડામાં વરસાદ સતત વરસી રહેલ છે ઉપરવાસમાં પણ વરસાદ હોવાથી હીરણ – ર માં પાણીનો ધોધ આવી રહેલ છે જેથી પીવાના પાણીની સમસ્યા હલ થયેલ છે.

વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં સતત વરસાદ વરસી રહેલ છે ર૪ કલાકમાં પર મીલી મીટર વરસાદ પડેલો છે વ્હેલી સવારે ૪ થી ૬માં બે ઈચ વરસાદ વરસેલ હતો ત્યારબાદ આખો દિવસ વરસાદી વાતાવરણ રહેલ હતું રર કલાક માં ૧૦ મીલીમીટર વરસાદ પડેલ હતો.

સુત્રાપાડા વિસ્તારમાં ર૪ કલાક માં ૩૪ મીલીમીટર દોઢ ઈચવરસાદ પડેલ હતો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ દોઢ થી બે ઈચ વરસાદ પડતા ખેડુતોમાં હર્ષ ફેલાયેલ હતો છેલ્લા ૩ દિવસ થી બન્ને તાલુકામાં વરસાદી વાતાવરણ છાવાયેલ છે કયારેક ઝરમર કયારેક ભારે વરસાદ વરસી રહેલ છે.

(12:40 pm IST)