સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

મોરબીમાં વોટ્સઅપ ગ્રુપમાં કેમ મેસેજ કરે છે કહી યુવાનને માર મારી કારમાં તોડફોડ કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબીમાં વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા મામલે બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કરી કારમાં પથ્થર મારીને તોડફોડ કરી હતી.

મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા મોહિતભાઈ મનસુખભાઇ ઘોડાસરા (ઉ.વ. ૩૨) ગત તા. ૧૪ ના રોજ ટીંબડી પાટિયા નજીક હોય દરમિયાન રામજીભાઈ ડાયાભાઈ પરમાર અને દિગુભાએ તું મીટ્ટી કી જમાવટ નામના વોટ્સઅપ ગ્રુપમાં તા. ૩૦ જૂનના રોજ શું કામ મેસેજ કર્યો હતો તેમ કહી ગાળો આપી ફરિયાદી મોહિતભાઈને ગાળો આપી ગાડીના પથ્થર વડે આગળ-પાછળના કાચ તોડી નાખી નુકશાન કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લક્ષ્મીનગર ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં

લક્ષ્મીનગર ગામે વાડીમાં રહીને કામ કરતા હંસાબેન પ્રકાશભાઈ નાયકા (ઉ.૨૧) એ ગત તા. ૧૫ ના રોજ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે તો પરિણીતા હંસાબેનના લગ્નને દોઢ મહિનાનો સમય થયો હોવાની માહિતી મળી છે તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમપર્ણ હોસ્પિટલ નજીક યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

ભકિતનગર સોસાયટી નજીક રહેતા જયેશભાઈ ગોવિદભાઈ મૂછડીયા (ઉ.૩૨) ને આરોપી વિનોદભાઈ કેશુભાઈ મકવાણાએ ફોન કરી બોલાવી અને કેમ અમો કહીએ ત્યારે ઉભો રહેતો નથી તેમ કહી ગાળો આપી આરોપી સાગરભાઈ સોલંકીએ લાકડી વતી માર મારી તેમજ આરોપી જયેશભાઈ બાબુભાઈ ખરાએ ઢીક્કા પાટુંનો અમર મારી આરોપી પ્રકાશભાઈ મહાલીયાએ તથા આરોપી વિનોદભાઈ મકવાણએ પકડી રાખીને અન્ય આરોપીએ માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સગીરાનું અપહરણ

તાલુકા પંથકમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને આરોપી નંદુભાઈ સામાભાઈ ધાણક રહે-ગામ ખડખડ છોટાઉદેપુર વાળો ભગાડી લઇ ગયો હોવાની ફરીયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બહાદુરગઢ ગામના પાટીયા પાસેથી દારૂ ઝડપાયો

એલ.સી.બીના વિક્રમભાઈ ફૂગ્સીયા સહિતની ટીમ પેટ્રોલીગ હતી ત્યારે મોરબી માળિયા હાઈવે પર બહાદુરગઢ ગામના પાટિયા પાસેથી જી.જે.૩૬ કયું ૧૧૦૨ બાઈકમાં બે શખ્સોએ હાથમાં કોથરો લઈને શકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસ તેને રોકવાના પ્રયાસ કરતા બને શખ્સો બાઈક અને હાથમાં રહેલો કોથરો મુકીને નાસી ગયા હતા પોલીસે ચેક કરતા તેમાંથી ૧૭ બોટલ દારૂની જેની કીમત રૂપિયા ૫૧૦૦ અને બાઈકની કિંમત રૂપિયા ૧૫,૦૦૦ હજાર સહિત રૂપિયા રૂપિયા ૨૦,૧૦૦ નો મુદામાલ જપ્ત કરી બે શખ્સો સામે તાલુકા પોલીસ મથકમ ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માળિયા વાગડિયા ઝાપા નજીક જુગાર રમતા એક ઝડપાયો

માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાગડીયા ઝાપા નજીક જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા અલીયાસભાઈ હુશેનભાઈ ખોડને રોકડ રકમ રૂ.૫૫૦ સાથે પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:45 pm IST)