સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

ભાગવત અવધુતોની ભિક્ષા છેઃ પૂ. રમેશભાઇ ઓઝા

જુનાગઢમાં આયોજીત ઓનલાઇન ભાગવત કથાનો છઠ્ઠો દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૬: જુનાગઢના ગુરૂ ગોરખનાથ આશ્રમ ખાતે અમેરિકા નિવાસી શ્રીમતી પ્રજ્ઞાબેન પંકજભાઇ પંચમતિયા પરિવાર મનોરથી દ્વારા પુ. શેરનાથબાપુના સાનિધ્યમાં પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ઓનલાઇન ગિરનારી ભાગવતી કથાગંગા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે ૬ઠ્ઠા દિવસે પુ. ભાઇશ્રીએ કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે,

તુરંતફળ આપવા વાળા રોકડીયા હનુમાન મહાદેવજીના અનેક નામ છે હરી તારા નામ છે હજાર ગાંધીબાપુ બહાર જ રહેતા તેને પત્ર આવે તેમાં ગાંધીજીનું સરનામું મોટું કીતને નામ શિવ યોગેશ્વર ક્રિષ્ના સારે નિગમ આગમ શિવગુરૂ છે કેવલ મારાજ ગુરૂ નથી તમ ત્રિભુવન ગુરૂદેવ પાર્વતી કહે છે.

કોઇપણ સંપ્રદાયના સાધક હોય શિવતત્વ અનિવાર્ય છે. ગુરૂશંકર શિવ બધાના છે. પતિ-પત્નિની જોડી કુદરતી બને છે ગુરૂ શિષ્યની જોડી અસ્તીત્વ છે આ કમળ આના ચરણમાં જવાથી ખુલશે ગુરૂ શિષ્યની એક કાયા પણ ભેદ નથી એકજ કાયા છે જેવી રીતે લોકીક ક્રિયામાં પિતા પુત્રને એક માનવામાં છે શિષ્યને ગુરૂ માનવામાં આવે છે ગુરૂ જયા ત્યારે તેનું તેજ શિષ્યમાં ભાગવતમાં મધ્યમ રહીશ તેમ કહે છે.

શેરનાથ બાપુ ત્રિલોકનાથ બાપુ જોવામાં બે પણ ઓમ એક કાયા એક ગુરૂ આશ્રિતોમાં શ્રધ્ધા સમર્પણના રૂપમાં ગુરૂ તત્વ રહે છે.

ગુરૂ શિષ્યની એક છે કાયા એ કહી ગુરૂના કેટલા શિષ્ય હોય તે સિધ્ધ બની જાય છે.

ગિરનાર પર્વતના રૂપમાં યોગી બેઠા છે અને તેણે કેટલાયને યોગી સિધ્ધ બનાવ્યા છે કેટલાય સિધ્ધ થઇ ગયા ગેબી ગિરનાર છે આ યોગી છે જોગંદર છે ગિરનાર યોગીની સનિધ્ધી યોગી બનાવી દયે છે તો અવધુત ગુરૂ દત્તાત્રેય પુત્રનો ધર્મ છે પિતાની આજ્ઞાનું પાલન જેણે રાજયસતા સંપતીને ઠુકરાવ્યા યદુ એ ધર્મ માટે અર્થને છોડયો પરિક્ષિતને શુકદેવ મળી ગયા જયા પરિક્ષીત બેઠા હતા ત્યાં શુકદેવ પ્રગટ થયા તે વ્યાસ પુત્ર છે સદ્દગુરૂ  કો ભગવાન માન સહી હે વાસ્તવમાં ભગવાન સદગુરૂ બનીને ભાવે છે જોગંદરનો રૂપ છે ગિરનાર પરમાત્મા ન હોય એવું નથી એ તો નિત્ય છે પરમાત્મા વ્યાપક છે એને ખોજયાની નહીં પ્રાપ્ત કરવાનો છે અનુભવમાંથી ઉકેલ જવાબ નરેન્દ્રમાંથી વિવેકાનંદ થઇ ગયા એવા અનુભવી સંત મહાપુરૂષનો સંગ મળે તો જીવન ધન્ય બની જાય સંતવાણીના એક એક શબ્દ અનુભવના છે યદુ ધર્મ વિચ્છે આજના યુગમાં ભણેલા ગણેલાને અવધુતને સમજી નથી શકતા અવધુતને જોઇને આસ્થા નથી થતી એવું નથી એ ચિથડા વિંટે છે. મહેલમાં રહે છે રેશ્મી વસ્ત્ર પહેરે અહિં તો કંદમુળ ખાય દાળરોટી ભિક્ષામાં લે.

પુ. ભાઇશ્રી જણાવ્યું હતું કે ઘણાને પુછો  દુધ ચાલશે તો કે ચાલશે એ તો ચાલે જને દોડે કોઇ આગ્રહ નહીં કોઇ મેળવવા અથવા છોડવા પણ આગ્રહ નહીં એ અવધુત છે એ સાધારણ નથી ઋષિના સંતાન છે દતાત્રેય પાગલ નહીં પ્રજ્ઞાવાન છે એ જ્ઞાનને પ્રગટ નથી કરતા મૌન રહે છે ભાગવત અવધુતોની ભિક્ષા છે ભાગવત અવધુતોની ભિક્ષા છે એટલા માટે વારંવાર કહ્યું છું એના પ્રવચનનું આયોજન નથી હોતું આવા સદગુરૂ મળી જાય શું યોગ્ય શિષ્ય મળી જાય તો મૌન છોડી કરૂણા બોલે છે દેહભાવથી ઉપર ઉઠે તેને દેહભાન ન મટે બુઢાપામાં મળ મુત્રની ભાન ન રહે એવી સ્થિતિમાં બુઝર્ગને સંભાળવા જોઇએ આ જીવન એક ચક્ર જુવાની પ્રોઢ છેલ્લે બુઢાપો ઘેરી લે છે.

(2:26 pm IST)