સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

જુનાગઢના ૧ ઇંચ : કેશોદ-પોરબંદરમાં ધીમી ધારે : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૯ તાલુકામાં ઝાપટા

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધૂપ-છાંવના માહોલ સાથે હળવો- ભારે વરસાદ વરસી જાય છે.

આજે જુનાગઢમાં એક ઇંચ વરસાદ પડયો છે જયારે ૯ તાલુકામાં ઝાપટા પડયા છે.

આજે બપોરના ર વાગ્યા આસપાસ કેશોદ અને પોરબંદરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તાલુકા ગારીયાધાર, તળાજા, ભાવનગર, બાબરા, લાઠી, બગસરા, વેરાવળ, ઉનામાં ઝાપટા પડ્યા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ જીલ્લાના વિસાવદરમાં ઝાપટા પડયા છે. જયારે જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં  આજે બપોરે ૧ર થી ર દરમિયાન ૧ ઇંચ વરસાદ પડ્યો છે.

(3:43 pm IST)