સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા બક્ષીપંચ મોરચાની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ.

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાના અધ્યક્ષ સ્થાને બક્ષીપંચ મોરચાની પ્રથમ કારોબારી અને પરિચય બેઠક મળી હતી.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષ સ્થાને તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નાથાભાઈ વાસાણી, જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી,મનીષભાઈ ચાંગેલા,
રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા, જીલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નવીનપરી ગૌસ્વામી વગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બક્ષીપંચ મોરચાની પ્રથમ જિલ્લા પરિચય બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ સૌપ્રથમ વખત રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક મળી અને જેમાં સો ટકા હાજરી જોઈ તેઓએ ખુશી સાથે અભિનંદન પાઠવ્યા હતા અને જણાવેલકે, આવનારી ૨૦૨૨ની ચૂંટણીમાં બક્ષીપંચ મોરચાની સૌથી મહત્વની ભૂમિકા રહેશે અને ગુજરાતના વિકાસ કાર્યો અંગેની વિસ્તૃતમાહિતી આપી હતી અને સમગ્ર રાજકોટ જિલ્લામાં બક્ષીપંચ મોરચો ખૂબ જ શ્રેષ્ઠ અને સારી કામગીરી કરે તે બાબતની સૌનેશુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાએ જણાવેલ કે, બક્ષીપંચ મોરચામાં રાજકોટ જીલ્લો ગૌરવવંતો છે.કારણકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના છે ગુજરાત બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ એ પણ રાજકોટના છે ત્યારે તમારા સૌની વધારે જવાબદારી આવે છે કે ગુજરાતમાં બક્ષીપંચ મોરચો શ્રેષ્ઠ કામગીરી કરીને બતાવે તે પ્રકારની શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુજરાત સરકારની વિકાસગાથા માહિતી આપી હતી અને તમામ નવનિયુક્ત જીલ્લાના હોદ્દેદારો તેમજ શહેર અને તાલુકાના પ્રમુખ અને મહામંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે, રાજકોટ જીલ્લા પંચાયત તાજેતરમાં જ એક નવી એપનું લોન્ચ કર્યું જે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેમાં એટલી બધી માહિતીઓ સમાયેલ છે કે જે આપ સૌને વધારે વધારે ઉપયોગી બનશે. એપ લોન્ચથી આપણા બક્ષીપંચની જ્ઞાતિઓને પણ ઘણો ફાયદો થવાનો છે તો વધુ લોકો જિલ્લા પંચાયત દ્વારા મૂકવામાં આવેલી ઓનલાઇન લોન્ચનું વધુમાં વધુ લોકો ઉપયોગ કરે અને તેમાં ઈનામી યોજનાઓ પણ મૂકી છે તેનો પણ લાભ લઈએ તેવી વિનંતી કરી હતી અને તમામ રાજકોટ જીલ્લાના હોદ્દેદારો અને તાલુકા શહેરના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સાથે ખાસ આમંત્રિત મહેમાન તરીકે રાજકોટ જિલ્લાના પ્રભારી અને ગુજરાત બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરીયાએ પણ ગુજરાત બક્ષીપંચ મોરચાને વધુ મજબૂત બનાવવા બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી બક્ષીપંચના તમામ કાર્યકર્તાઓ રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરે તે બાબતની શુભેચ્છાઓ પાઠવી હતી તથા
નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ, મંત્રી અને હોદ્દેદારોને સન્માનિત કર્યા હતા.
આ સાથે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા,ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મયુરભાઈ માંજરીયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા, જીલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ,  નવીનપરી ગોસ્વામી સહિતનાજીલ્લા ભાજપ આગેવાનોએ ઉપસ્થિત તમામ હોદેદારોનું નિમણુંક પત્ર આપી નવનિયુક્ત બક્ષીપંચ મોરચાની કારોબારીને અભિનંદન આપ્યા હતા.
રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભાએ જણાવેલ કે, રાજકોટ જીલ્લામાં બક્ષીપંચના લોકોની વસ્તી મોટા પ્રમાણમાં હોય ત્યારે છેવાડાના ગામ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે એ માટે ઉપસ્થિત તમામ હોદેદારોને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ દ્વારા વિવિધ યોજના માટે જાહેર કરેલ નંબર ૦૨૬૧૨૩૦Ø0 સાચવી અને આ નંબર પરથી યોજનાની માહિતી લઈ છેવાડાના માનવીને લાભ મળે એવી તમામ હોદેદારોએ કામગીરી કરવી જોઈએ. એવું રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશાભાઈ હેરભાએ જણાવ્યું હતું.રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી કિશોરભાઈ રાઠોડએ સૌને આવકારતા જણાવેલ કે, ગુજરાતમાંબક્ષીપંચ મોરચાની વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો પણ સૌથી વધારે આપણા બક્ષીપંચની વસ્તી છે ત્યારે આવનારી ૨૦૨૨ની ચૂંટણીનેધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લામાં બક્ષીપંચની શ્રેષ્ઠ કામગીરી ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે તે પ્રકારે તમામ નવનિયુક્તહોદ્દેદારોએ રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરીને બતાવવાની છે અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ છે યોજના બક્ષીપંચના
જન-જન સુધી પહોંચે તે પ્રકારે સોશિયલ મીડિયાનો પણ વધુમાં વધુ ઉપયોગ કરી છે ભારતીય જનતા પાર્ટીનો કાર્ય વધુ સારુંદેખાય અને લોકો સુધી વધારે કામ થાય તે પ્રકારનું કામ કરવા બાબતે ભાર મૂક્યો હતો અને રાજકોટ જિલ્લા ભાજપની ટીમનીકામગીરીને બિરદાવતા જણાવેલ કે રાજકોટ જિલ્લામાં સૌથી સારું સંગઠનનું કામ કરી રહ્યા હોય તો રાજકોટ જિલ્લા ભાજપની આટીમ છે સાથે સાથે રાજકોટ જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રભારી તરીકે મયુરભાઈ માંજરીયાને મૂકવામાં આવ્યા છે ત્યારેજિલ્લાનું સંગઠન પણ વધારે સારું દેખાશે તેમાં કોઈ બેમત નથી. આ સાથે નવનિયુક્ત તમામ હોદ્દેદારોને અભિનંદન સાથે શુભેચ્છા
પાઠવી હતી.
કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ રાઠોડ તેમજ આભારવિધિ નવીનપરી ગોસ્વામીએ કરેલી હતી.રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા યોજાયેલ પ્રથમ કારોબારી પરિચય બેઠકને સફળ બનાવવા માટે કાર્યાલયપ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડા,  નિમેશભાઈ અગ્રાવત, દેવેન્દ્ર ભાઈ બારોટ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(8:03 pm IST)