સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

રાજકોટ જિલ્લા કાયદો અને વ્યવસ્થા સમિટીની મિટીંગ મળી

તડીપાર થયેલા શખ્સોના સ્થળ અંગે ક્રોસ વેરીફીકેશન કરવા અને અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા કલેકટરની સુચના

રાજકોટ :રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુ એ રાજકોટ જિલ્લા કાયદો-વ્યવસ્થાની મીટિંગમાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખાસ કરીને અસામાજિક તત્વો પર કાર્યવાહી થાય અને સમય મર્યાદા મુજબ વિવિધ અરજીઓનો નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
તડીપાર કરાયેલ શખ્સો અન્ય જિલ્લામાંથી જે તે સ્થળે ફરી આવી ન જાય તે માટે તડીપાર સમય દરમિયાન તે જે સ્થળે રહેતો હોય તે સ્થળ  નજીકના પોલીસ સ્ટેશને સમયાંતરે નોંધ કરાવે અને જરૂરી વેરિફિકેશન પોલીસ દ્વારા થાય તે માટે જરૂરી સુચના આપી હતી.
આ  ઉપરાંત કલેકટરએ એસડીએમ સમક્ષ રહેલા વિવિધ કેસો ,અરજીની સમીક્ષા કરી હતી.સીઆરપીસી ૧૦૭,૧૦૮ સહિત વિવિધ  કલમ હેઠળ થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ મિટિંગમાં એસ.પી બલરામ મીણા, અધિક કલેકટર કેતન ઠક્કર, ધોરાજી, ગોંડલ ,જસદણ અને રાજકોટ વિસ્તારના પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:42 pm IST)