સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

ઉનામાં સોનીની ર દુકાનોમાં રાત્રે શટર તુટયાઃ પરચુરણ ચાંદીની વસ્તુની ચોરી

(નીરવ ગઢીયા દ્વારા) પોરબંદર, તા., ૧૬: કૂચ ફળીયા વિસ્તારમાં ગઇકાલે રાત્રીના તસ્કરોએ સોનીની ર દુકાનોના શટર ઉંચકાવીને દુકાનમાંથી પરચુરણ ચાંદીની વસ્તુ ઉઠાવી ગયા હતા.

તસ્કરોને સોનીની ર દુકાનોમાં કોઇ મોટા દાગીના હાથ ન આવતા પરચુરણ ચાંદીની વસ્તુ લઇ ગયા હતા. પોલીસ સ્થળ ઉપર દોડી જઇને તપાસ શરૂ કરી છે. રેસીડેન્ટ અને જાગતો વિસ્તાર ગણાતા કુચ ફળીયા વિસ્તારમાં કેટલાક સમયથી ચોરી વધી છે. પોલીસ રાત્રી પેટ્રોલીંગ વધારે તેવી માંગણી ઉઠી છે.

(11:20 am IST)