સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

જામનગરના વસઇમાં ૩, ધુતારપુરા-અલીયાવાડા-સુરેન્દ્રનગરના સાયલામાં રાા ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે ધુપ-છાંવ બપોર બાદ ચોમાસાનો માહોલ

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ સાથે ઝાપટાથી ૩ ઇંૈચ વરસાદ છેલ્લા ર૪ કલાકમાં પડયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરના વસઇમાં ૩ ઇંચ, ધુતારપુર અને અલીયાવાડામાં અઢી ઇંચ, મોટી બાણુગાર -ફલ્લામાં ૧ ઇંચ લાખા બાવળમાં  પોણો ઇંચ તથા દરેડ-જામવંથલીમાં ઝાપટા વરસ્યા છે. જોડીયાના હડીયાણ, ધ્રોલના લતીપુરમાં ઝાપટા પડયા છે. કાલાવડનાં મોટા પાંચ દેવડા, ભ.ભેરાજા-ખરેડીયા અડધો ઇંચ પડ્યો છે.

જયારે જામજોધપુરના ધુનડામાં એક ઇંચ, સમાણા પીપરતોળામાં ઝાપટા અને મોટા ખડબામાં અડધો ઇંચ પડયો હતો.

જામનગરમાં કાલે દિવસભર સૂર્યનારાયણ દર્શન રહ્યા બાદ સાંજે વાતાવરણ પલટો આવ્યો હતો આકાશમાં વાદળોના ગંજ ખડકાયા હતા અને સાંજેૃ ૪ થી ૬ દરમિયાન ર૦ મીમી વરસાદ વરસ્યો હતો.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

સુરેન્દ્રનગર

ચોટીલા

૧ર મીમી

મુળી

૩૭ મીમી

સાયલા

૬૪ મીમી

વઢવાણ

૧૦ મીમી

જામનગર

જામનગર

ર૦ મીમી

ધ્રોલ

૩ મીમી

લાલપુર

૪ મીમી

કચ્છ

અબડાસા

૭ મીમી

ભચાઉ

૭ મીમી

ભૂજ

૩ મીમી

લખપત

૧૮ મીમી

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર

૧૭ મીમી

દ્વારકા

૮મીમી

રાજકોટ

વિંછીયા

૭ મીમી

રાજકોટ

૯ મીમી

(11:32 am IST)