સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

મોરબી લાતી પ્લોટમાં ઇલેકટ્રીક સામાન ભરેલ દુકાનમાં આગ

મોરબી તા. ૧૬ : લાતી પ્લોટ ૩ માં આવેલ ઇલેકિટ્રક સામાન ભરેલ નિધિ ઇન્ડસ્ટ્રીઝ નામની દુકાનમાં મોડી રાત્રીના અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

આગની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમના પ્રીતેશ નગવાડીયા, સલીમ નોબે, વિવેક દવે, વિજય માધુ, નીલેશ રાઠોડ, મેહુલભાઈ, ચંદુભાઈ રાઠોડ અને હિતેશ દવે સહિતની ટીમ ૨ ફાયર ફાઈટર લઈને દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી તો આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું ફાયર વિભાગમાંથી જાણવા મળ્યું હતું.

(11:33 am IST)