સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

ગોંડલમાં કોરોના ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા

ગોંડલ:::ગોંડલમાં કોરોના પોઝિટિવ ના ૧૫ કેસ નોંધાયા છે. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

        ગોંડલમાં વેપારીઓ દ્વારા સ્વેચ્છિક લોકડાઉન  પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોના ના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે.

        તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

(3:46 pm IST)